GSTV
Home » News » રાહુલ ગાંધીના હેલિકોપ્ટરમાં આવી ખરાબી : દિલ્હી પરત ફરવું પડ્યું, 3 રાજ્યોની સભાઓ મોડી પડશે

રાહુલ ગાંધીના હેલિકોપ્ટરમાં આવી ખરાબી : દિલ્હી પરત ફરવું પડ્યું, 3 રાજ્યોની સભાઓ મોડી પડશે

Rahul Gandhi rafale

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે સવારે 10 વાગ્યે ટ્વીટ કરીને દિલ્હીથી પટના જઈ રહેલા પોતાના હેલિકોપ્ટરના એન્જિનમાં ટેક્નિકલી ખરાબીની જાણકારી આપી હતી. પટના જઈ રહેલી તેમની ફ્લાઈટમાં ટેકનિકલી ખામી આવી ગઈ હતી. તેમણે કહ્યું કે, મજબૂરીમાં દિલ્હી પરત ફરવું પડી રહ્યું છે. આજે બિહાર, ઓરિસ્સા અને મહારાષ્ટ્રમાં થનારી સભાઓ નિર્ધારિત સમયથી મોડી થવાના કારણે તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કરી લખ્યું હતું કે, જનતાને આ કારણે થનારી પરેશાનીથી દુખી છું.

જણાવી દઈએ કે શુક્રવારે રાહુલ ગાંધીની ત્રણ જગ્યાએ સભાઓ હતી. પહેલી સભા 10 વાગ્યે બિહારના સમસ્તીપુર જિલ્લામાં અને બીજી બપોરે બે વાગ્યે ઓરિસ્સાના બાલાસિનોર જિલ્લામાં થવાની હતી. એ પછી સાંજે મહારાષ્ટ્રના અહમદનગરમાં પણ જનસંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ જ કાર્યક્રમો માટે તેઓ દિલ્હીથી પટના જવા માટે રવાના થયા હતા. પણ અડધે રસ્તે જ એન્જિનમાં ટેક્નિકલ ખામી આવી જવાના કારણે પરત ફરવું પડ્યું હતું. હવે આ તમામ કાર્યક્રમો નિર્ધારિત સમયથી મોડા થશે.

READ ALSO

Related posts

Exit Poll: ઓરિસ્સામાં બીજેડી સૌથી મોટી પાર્ટી, ભાજપને મળશે આટલી સીટો

Riyaz Parmar

Exit Poll: કેરળમાં મોદી લહેર નહીં, આ પાર્ટી આગળ

Nilesh Jethva

Exit Poll: પંજાબમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર, AAPનું ખાતુ…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!