GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

રાહુલ ગાંધીએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને આપ્યો ઝાટકો, ઘસીને પાડી દીધી ના

ગુજરાત કોંગ્રેસના નવા માળખાને લઈને ગઈ કાલે રાહુલ ગાંધી સાથે ગુજરાતના નેતાઓની મુલાકાત થઈ હતી જો કે, ગુજરાત કોંગ્રેસનુ પ્રદેશ માળખુ ઘોંચમા પડ્યું છે. કારણે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ માળખાને નામંજુર કર્યુ છે અધ્યક્ષે અમિત ચાવડાને પ્રદેશ કોંગ્રેસના માળખા અંગેનો રિપોર્ટ લઈને આવવાનો આદેશ કર્યો છે અને રિપોર્ટના આધારે કોંગ્રેસમાં પર્ફોમન્સ આપનારને પદ આપવા કહ્યું છે. અામ પ્રદેશ પ્રમુખની અાબરૂની ધૂળધાણી થઈ ગઈ ગઈ છે. હવે મળતિયાઅોને સેટ કરવાના કોંગ્રેસના પ્રયાસોમાં ફટકો પડ્યો છે. હવે પર્ફોમન્સના અાધારે નવું લિસ્ટ તૈયાર કરવાની પ્રદેશ પ્રમુખે તૈયારી કરવી પડશે. પ્રથમવાર અેવું બન્યું છે કે, રાહુલ ગાંધી કડક બન્યા છે. અા લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ચાન્સ છે. જે રાહુલ ગાંધી સારી રીતે જાણે છે. જેને પગલે કોંગ્રેસના અગ્રણીઅોની કોઈ પણ ચાલ ચાલે અે તે મંજૂર થાય તેવી સંભાવના અોછી છે. હવે રાહુલ ગાંધીને ગુજરાતમાંથી સીધું રિપોર્ટિગ થાય છે. લોકસભા 2019ની ચૂંટણીની તૈયારીઓને પગલે ગુજરાત કોંગ્રેસની નવી ટીમની ટૂંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે. જેમાં 200 લોકોની નવી ટીમ બનાવવાના પ્રસ્તાવને રાહુલ ગાંધીએ સ્વીકાર્યો હતો. જેમાં નેતાઓની યોગ્યતા અને કાબેલિયત જોઈને પસંદગી થશે.ગુજરાત કોંગ્રેસમાં ફરી ચાર કાર્યકારી પ્રમુખો બનાવાશે. જેને પગલે અમિત ચાવડા નારાજ થયા છે. જો કે આ પહેલા ભરતસિંહ સોલંકી અને સિધ્ધાર્થ પટેલ સમયે પણ કાર્યકારી પ્રમુખો હતા.

જે લોકોને પદ આપવાના છે. તે તમામ લોકોનાં પર્ફોમન્સ રિપોર્ટ પણ રાહુલ ગાંધીએ  માગ્યાં છે. અને ત્યાર બાદ રાહુલે ચાવડાને વિસ્તૃત અહેવાલ સાથે ફરી બોલાવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રભારીને નવા માળખાની યાદી આપી હતી. જોકે રાહુલ ગાંધીએ પર્ફોમન્સના રિપોર્ટ સાથેની યાદી લઈને ફરી મળવા કહ્યું છે. આ સાથે રાહુલ ગાંધીએ તમામ નેતાઓને કોંગ્રેસમાં તેનો જ વિકાસ થશે જે પર્ફોમન્સ કરશે તેવો મેસેજ પણ આપ્યો છે. ગુજરાત કોંગ્રેસનું નવુ માળખુ ઓક્ટોબરમા જાહેર થાય તેવી શક્યતા છે. ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ પદે અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પદે પરેશ ધાનાણીની નિમણૂંક બાદ પક્ષના કેટલાક સિનિયર આગેવાનો નારાજ થયા હતા, એટલું જ નહીં અમિત ચાવડા અને પરેશ ધાનાણી વચ્ચે પણ સંકલનનો અભાવ હોવાની ફરિયાદો રાહુલ ગાંધી સુધી પહોંચી હતી. અમિત ચાવડા અને પરેશ ધાનાણી વચ્ચેના અંતર અંગે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોના જણાવ્યા મુજબ, પ્રદેશના સંગઠનની બેઠકો કે રણનીતિમાં વિધાનસભા વિપક્ષના નેતાને દૂર રાખવામાં આવી રહ્યા છે, જેનું કારણ એવું બતાવવામાં આવે છે કે, પરેશ ધાનાણી વિરોધપક્ષના નેતા હોવાથી તેમની જવાબદારી માત્ર ધારાસભ્યોને સાચવવાની છે, સંગઠનમાં તેમનું કોઈ સ્થાન હોય શકે નહીં. તો બીજી બાજુ ધાનાણી પણ ધારાસભ્યો સાથેની બેઠક દરમિયાન પ્રદેશ કોંગ્રેસના પ્રમુખને સાથે રાખતા નથી.

 

 

Related posts

ચીન સામેની મિસાઇલ દલાઈ લામાનો આજે જન્મદિવસ : ભારતે આપ્યો છે આશ્રય, વધી શકે છે ચીનની પરેશાની

Dilip Patel

ગુજરાતમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને ખતરો

pratik shah

ચીન ભારતની તાકાતનો અંદાજ લગાવવામાં ખોટું પડ્યું, હવે જિનપિંગ સામે ઊભા થયા ચીનમાં સવાલો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!