GSTV
India News ટોપ સ્ટોરી

હરિયાણાનાં નૂહમાં બોલ્યા રાહુલ ગાંધી, મનની નહી કામની વાત કરવા માટે આવ્યો છું

હરિયાણાના નુહમાં જાહેર સભાને સંબોધતા કોંગ્રસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત કેન્દ્રની મોદી સરકારને આડેહાથ લીધી હતી. રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થા, નોટબંધી, જીએસટી, બેરોજગારી મુદ્દે પીએમ મોદી અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે ભાજપના રાજમાં અર્થવ્યસ્થાની ધજ્જીયા ઉડી ગઇ છે. હરિયાણા સહિત સમગ્ર દેશમાં બેરોજગારી વધી છે. તેમ છતાં ભાજપ ફક્ત ખોટા વાયદાઓ કર્યે જ જાય છે.

મોદી સરકાર બોલીવુડ, ચંદ્ર અને ચંદ્રયાનની વાતો કરશે પરંતુ રફાલ મુદ્દે કંઇ નહીં બોલે. કાળા નાણા સામે લડાઇ હોવાનું જણાવી તમામ દેશવાસીઓને સરકારે લાઇનમાં ઉભા રાખી દીધા હતા. વડાપ્રધાન મોદી દરરોજ મન કી બાત કરે છે. પરંતુ હું મન કી બાતને બદલે કામની વાત કરીશ.

READ ALSO

Related posts

અયોધ્યામાં ભગવાન રામની નવી મૂર્તિના અભિષેક માટે વડાપ્રધાન મોદીને આમંત્રિત કરવામાં આવશે : ટ્રસ્ટ

Hina Vaja

મહારેલીમાં કેજરીવાલ કેન્દ્રને તેમની બતાવશે શક્તિ, ઘર-ઘર રેલી માટે લોકોને કરવામાં આવશે આમંત્રિત

Hina Vaja

Amritsar/ સુવર્ણ મંદિર પાસે બોમ્બ મુકાયાની માહિતી, સમગ્ર પંજાબમાં રેડ એલર્ટ

Padma Patel
GSTV