GSTV
Home » News » VIDEO : મામા રાહુલ ગાંધીના રોડ શૉમાં ભાણેજ બન્યા પ્રચારક

VIDEO : મામા રાહુલ ગાંધીના રોડ શૉમાં ભાણેજ બન્યા પ્રચારક

દેશના સૌથી મોટા રાજકીય પરિવારમાંથી એક ગાંધી પરિવારની પારંપરિક બેઠક અમેઠીમાં બુધવારે કોંગ્રેસની રાજકીય તાકાત જોવા મળી. પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે અમેઠીથી પોતાનું નામાંકન કર્યુ. પહેલા તેમણે મેગા રોડ શો કર્યો. રાહુલના આ રોડ શોમાં પરિવારની પૂરી એકતા જોવા મળી. તેમની સાથે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, તેમના પતિ રોબર્ટ વાડ્રા પણ હતા. એટલું જ નહીં. પ્રિયંકાના પુત્ર રેહાન અને પુત્રી મિરાયા પણ રોડ શોમાં હાજર રહ્યા.

રાહુલ ગાંધીના રોડ શોમાં પ્રિયંકા ગાંધી અને રૉબર્ટ વાડ્રાનું જવુ પહેલેથી નક્કી હતુ પરંતુ આ રીતે પ્રિયંકા ગાંધી અને રૉબર્ટ વાડ્રાના પુત્ર-પુત્રીની લોન્ચિંગ ચોંકાવનારુ હતુ. સમગ્ર રોડ શોમાં રેહાન અને મિરાયા ટ્રક પર હાજર રહ્યા અને તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યુ.

જોકે આવુ પહેલીવાર થયુ નથી કે જ્યારે બંને બાળકો મીડિયા અથવા જનતાની સામે આવ્યા હોય. અગાઉ પણ રેહાનની અમેઠીમાં બાઈક પર ફરતી તસવીર ચર્ચાનો વિષય રહી હતી. મિરાયા પણ પોતાની માતા પ્રિયંકાની સાથે કેટલાક અવસરે દેખાઈ ચૂકી છે.

READ ALSO

Related posts

ફ્રાન્સમાં મુસ્લિમ સમાજે નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું

Mayur

લગ્ન કરી સુહાગરાત મનાવી 70,000 રૂપિયા લઈ દુલ્હન રફુચક્કર થઈ ગઈ

Mayur

ગુજ્જુ એક્ટ્રેસનો સેક્સી પૉલ ડાન્સ, Video જોઇને ધબકારો ચુકી જશો એની ગેરેન્ટી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!