દેશભરમાં મોંઘવારી સામે કોંગ્રેસનું પ્રદર્શન ચાલુ છે. આ દરમિયાન રાહુલ ગાંધીને દિલ્હીના વિજય ચોકમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી અન્ય નેતાઓ સાથે કાળા કપડામાં જોવા મળ્યા હતા.
Democracy is a memory. pic.twitter.com/CnobQwSm44
— Rahul Gandhi (@RahulGandhi) August 5, 2022
પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી
પોલીસે પ્રિયંકા ગાંધીને પણ કસ્ટડીમાં લીધા છે. જેનો કોંગ્રેસના કાર્યકરો જોરદાર વિરોધ કરી રહ્યા છે.
#WATCH | Police detain Congress leader Priyanka Gandhi Vadra from outside AICC HQ in Delhi where she had joined other leaders and workers of the party in the protest against unemployment and inflation.
— ANI (@ANI) August 5, 2022
The party called a nationwide protest today. pic.twitter.com/JTnWrrAT9T
સાંસદોને માર મારવામાં આવ્યો – રાહુલ ગાંધી
કસ્ટડીમાં લેવામાં આવેલા રાહુલ ગાંધીએ પોલીસ પર મોટો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું, અમે રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરી રહ્યા હતા, પરંતુ પોલીસે અમને રોક્યા. કેટલાય સાંસદોની અટકાયત કરવામાં આવી છે. તેઓને ખરાબ રીતે ખેંચવામાં આવ્યા અને માર મારવામાં આવ્યો.
दिल्ली की सड़कों पर जनसैलाब उमड़ा देख कर तानाशाह हुक्मरान दहल गया है।
— Congress (@INCIndia) August 5, 2022
कान खोलकर सुन लो तानाशाह- अभी तो ये शुरुआत है, संघर्ष जारी है, तेरे सिंहासन पर भारी है..#महंगाई_पर_हल्ला_बोल pic.twitter.com/CdTv9apvZr
પ્રિયંકાની આગેવાનીમાં માર્ચ
કોંગ્રેસી નેતાઓએ પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં પાર્ટી કાર્યાલય ખાતેથી કૂચ આરંભી હતી અને પ્રિયંકા ગાંધીની પણ અટકાયત કરાઈ હતી. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરી દેવાયું છે. ઉપરાંત કોંગ્રેસી કાર્યકરોને કસ્ટડીમાં પૂરવા માટે 10થી વધુ બસ ઉભી રાખી દેવામાં આવી છે.
READ ALSO
- બ્રિટનના નવા વડાપ્રધાન ક્યારે ચૂંટાશે? મતદાનના કેટલા રાઉન્ડ બાદ નામ ફાઈનલ થાય છે, આ રહી પ્રક્રિયા
- આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાની અસફળતાના કારણે લીધો આ મોટો નિર્ણય, ફિલ્મે 5 દિવસમાં માત્ર 48 કરોડની કરી કમાણી
- મેગા ઓપરેશન/ ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, રાજ્યમાંથી ઝડપાયું રૂ.2151 કરોડનું ડ્રગ્સ
- Video: પોલીસે YouTuber બોબી કટારિયા વિરુદ્ધ નોંધી FIR, ફ્લાઈટમાં સિગારેટ પીતો વીડિયો થયો વાયરલ
- તહેવાર ટાણે મેઘ વર્ષા/ સૌરાષ્ટ્રમાં શ્રાવણે શ્રીકાર : બે દિવસમાં 1થી 5 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક ડેમ છલકાયા