GSTV
Home » News » અમેઠીમાં સ્મૃતિ ઈરાનીને 5 લાખ મતોથી હરાવવાનું છે લક્ષ્ય, રાહુલ માટે ઘડવામાં આવ્યો છે આ પ્લાન

અમેઠીમાં સ્મૃતિ ઈરાનીને 5 લાખ મતોથી હરાવવાનું છે લક્ષ્ય, રાહુલ માટે ઘડવામાં આવ્યો છે આ પ્લાન

Rahul Gandhi Amethi

અમેઠી લોકસભા બેઠકનો ચૂંટણી જંગ બરાબર જામ્યો છે. ર૦૧૪માં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની જીત એક લાખ મતથી જ થઇ હતી ત્યારે કોંગ્રેસના રણનીતિ ઘડનારાઓ રાહુલના મત વધારવા કોશિષ કરી રહયા છે અને આ વખતે સ્મૃતિને પ લાખ મતોથી હરાવવા નિર્ણય કર્યો છે.આ માટે પક્ષની નીતિ ઘડનારાઓએ નીતિ ઘડવા સાથે કાર્યકરોને પણ આ લક્ષ્યાંક યાદ રાખી મહેનત કરવા જણાવી દેવાયું છે.

ભાજપનો જોરદાર પ્રચારનો સામનો કરી રહેલા કોંગ્રેસ પક્ષ અમેઠીમાં રાહુલની જીત માટે એડી ચોટીનું જોર લગાવે છે.અહીં સમસ્યા ર૦૧૪ થી શરૃ થઇ જયારે ભાજપ અમેઠીમાં રાહુલની સામે સ્મૃતિ ઇરાનીને ઉતારી. નવા ઉમેદવારે તત્કાલીન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સરસાઇ ૩.૭ લાખની હતી તે ઘટાડીને માત્ર ૧ લાખ કરી નાખી. આનાથી કોંગ્રેસ મેનેજમેન્ટની આંખ ખૂલ્લી ગઇ એટલે રાહુલની જીતની સરસાઇ ૧ લાખને જાળવી રાખવા કામે લાગી ગયા અને ત્યાર બાદ સૂક્ષ્મ સ્તરીય યોજના ઘડી અને ગામડા સુધી કાર્યકરોની ટીમો મોકલવામાં આવી અને ઓનલાઇન એપ શકિતના માધ્યમથી સતત  દેખરેખ રાખવામાં આવી.

શકિત એવો ઓનલાઇન મંચ છે જેના દેશભરમાં બૂથ સ્તરીય સમુહોનો દેખાવ જોઇ શકાય છે. અમેઠીમાં પક્ષના સંવાહકોનો એક વિશેષ પ્રયાસ જેમાં  રાહુલને પક્ષના વડાપ્રધાનના ઉમેદવાર તરીકે રજૂ કરવામાં આવે છે. કોંગ્રેસે પક્ષની કાર્ય પ્રણાલીને સરખી કરવા સાથે સાથે રાહુલને પ લાખ મતની સરસાઇથી જીતાડવા કાર્યકરોને કહી દેવાયું છે.સૂત્રોના જણાવ્યા મુજબ આ માટે કહેવાતા વિરોધી સમાજવાદી પક્ષના પ્રભાવશાળી નેતાઓની પણ મદદ લેવામાં આવી રહી છે.

સપા અને બસપાએ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસથી અલગ ચોકો જમાવ્યો છે પણ અખિલેશ યાદવના પક્ષ સપાનું ર૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથેનું જોડાણ હતું તે જો કે હજુ સંપૂર્ણ સમાપ્ત થયું નથી. ઉત્તરપ્રદેશના વરિષ્ઠ કોંગ્રેસી નેતા પ્રમોદ તિવારીએ સપા અને બસપાના સ્થાનિક આગેવાનો સાથે રાહુલને ટેકો આપવા અંગે કેટલીય વખત વાતચીત થઇ છે તેમ સૂત્રો જણાવે છે. તેમની સાથે પણ પક્ષના કાર્યકરોને આ લક્ષ્ય માટે ખભેખભા મિલાવીને કામ કરવા પણ અપીલ કરવામાં આવી છે.

રાહુલે ર૦૦૯માં બસપાના આશિષ શુકલાને ૩.૭ લાખ મતોથી હરાવ્યા હતા તેની સરખામણીએ ર૦૧૪માં સ્મૃતિ ઇરાનીને ૩ લાખ મત મળયા હતા.રાહુલને ૪.૦૮ લાખ મત મળયા હતા.સૂત્રો કહે છે કે આ અંતર હજુ પણ ઘટી શકે છે. જે કોંગ્રેસ પક્ષ માટે ચિંતાનો વિષય છે. ર૦૧૪માં હારવા છતાં પોતાના પ્રદર્શનથી પ્રભાવિત થઇ ઇરાની અવાર નવાર અમેઠીની મુલાકાત લેતી રહે છે અને પ્રતિષ્ડાભરી આ બેઠક ઉપર જીતવા માટે કેટલાક લોકો તેને હજુ પણ બહારની વ્યકિત હોવાનું માને છે ત્યાં તે તનતોડ મહેનત કરી રહી છે. કોંગ્રેસના વિધાનસભ્ય દીપકસિંહ જણાવે છે કે અમેઠી ગાંધી પરિવાર માટે બીજા ઘર જેવું છે. અમે રાહુલની જીતમાં મોટી સરસાઇ અપાવીશું.

Read Also

Related posts

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah

વિશ્વની સૌથી મોટી બેવરેજ કંપનીએ CCDનો હિસ્સો ખરીદવાની તૈયારી બતાવી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!