GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

પીએમ મોદીએ રફાલ ડીલમાં બાયપાસ સર્જરી કરી, ગોટાળામાં છે ચોકીદારનું નામ

rahul gandhi on rafale

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul Gandhi) એ રફાલ ડીલ (Rafale deal) માં કરવામાં આવેલા ગોટાળા અંગે પ્રેસ કોન્ફરન્સ  સંબોધી કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રફાલ ડીલમાં બાયપાસ સર્જરી કરી અને દેશના ઈતિહાસમાં સૌથી મોટા ગોટાળાને અંજામ આપવામાં આવ્યો. આ ગોટાળઆના કાગળમાં પીએમ મોદીનું પણ નામ છે. જેથી પીએમ મોદી વિરૂદ્ધ પણ તપાસ થવી જોઈએ. રાહુલે વધુમાં કહ્યુ કે, રફાલમાં હવે નવી લાઈન શરૂ થઈ છે. દેશમાંથી રફાલની અસલી કિંમત ગુમ થઈ, બેરોજગારી ગુમ થઈ.

રાહુલે આરોપ લગાવ્યો કે, પીએમ મોદીની દખલના કારણે રફાલ ડીલમાં મોડું થયુ અને અનિલ અંબાણીને 30 હજાર કરોડનો ફાયદો કરાવવામાં આવ્યો. રાહુલ ગાંધી (Rahul Gandhi) એ વધુમાં કહ્યુ કે, રફાલ ડીલ (Rafale deal) ના ગોટાળામાં ચોકીદારને બચાવવા માટે ભાજપ દ્વારા કોશિશ કરવામાં આવી રહી છે.  કોંગ્રેસે સાબિત કરી બતાવ્યુ કે, રફાલમાં ગોટાળો થયો છે. જેની તપાસ કરાવવા સરકાર પીછેહઠ ખરી રહી છે. ખરેખર રફાલમાં ગોટાળો થયો ન હોય તો પીએમ મોદીએ જેપીસીની તપાસ કરાવવી જોઈએ.

રાહુલ ગાંધીએ કહ્યુ કે, પુલવામા હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનના પરિવાર પણ એર સ્ટ્રાઈક અંગે જાણવા માગે છે. શહિના પરિવારમાં દુખની લાગણી છે. જોકે, એર સ્ટ્રાઈકના પુરાવા અંગે રાહુલ ગાંધીએ વધુ  બોલવાનું ટાળ્યુ હતું.

પીએમ મોદીએ રાહુલ ગાંધીની તુલના પોસ્ટર બોય સાથે કરતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પલટવાર કર્યો. રાહુલ ગાંધીએ જણાવ્યુ કે, પઠાનકોટમાં આઈએસઆઈને બોલાવનાર વડાપ્રધાન મોદી  મને પોસ્ટર બોય કહે છે. હું નહીં  પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનના પોસ્ટર બોય છે.

Read Also

Related posts

કોરોનાથી ગંભીર રીતે પ્રભાવિત દેશોને ‘જાગવાની’ સલાહ આપતું વિશ્વ આરોગ્ય સંગઠન, કહ્યું: પરિણામ ગંભીર આવશે

Bansari

કોરોનામાં બ્રાઝિલનો એક દિવસનો રેકોર્ડ તોડી નાખ્યો અમેરિકાએ, એક દિવસમાં નોંધાયા 55 હજાર કેસ

Bansari

કોરોનાથી બચવું હોય તો માસ્ક પહેરવું ફરજિયાત, વાયરસનાં ટીપાં હવામાં આટલી ઊંચાઈ સુધી તરે છે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!