GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

મોદી સરકાર પર ભડક્યા રાહુલ : લોકડાઉન ફેલ થતાં સરકાર બેકફૂટ પર, આગળની રણનીતિ બતાવો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું અને લોકડાઉન નિષ્ફળ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે મહિના પહેલા કહ્યું હતું કે આપણે કોરોના વાયરસને 21 દિવસમાં હરાવીશું, પરંતુ 60 દિવસ બાદ પણ ભારતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છતાં સમગ્ર ભારતમાં ધીમે ધીમે લોકડાઉન દૂર કરવામાં આવી રહ્યું છે. રાહુલે કહ્યું કે લોકડાઉનનો હેતુ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે લોકડાઉનનાં ચાર તબક્કાઓમાં તે પરિણામ નથી મળ્યા જેવી વડાપ્રધાન પાસે અપેક્ષાઓ રાખી હતી. એવામાં હવે અમે સરકારને પૂછવા માંગીએ છીએ કે સરકાર આગળ શું કરવા માગે છે. કારણ કે લોકડાઉન ફેલ ગયું છે. રાહુલે આરોપ લગાવ્યો કે પીએમ મોદી શરૂઆતમાં ફ્રન્ટફૂટ પર રમતા જોવા મળ્યા હતા, પરંતુ હવે તે બેકફૂટ પર આવી ગયા છે. પરંતુ વડા પ્રધાનને ફરીથી આગળના પગ પર આવવું પડશે.

હિંદુસ્તાનની ઈમેજ નહીં બગડે, મજૂરોને 7,500 રૂપિયા આપો

રાહુલ ગાંધીએ કહ્યું કે ફેબ્રુઆરીમાં મેં સરકારને ચેતવણી આપી હતી, આજે ફરીથી કહી રહ્યો છું. તેમણે કહ્યું કે મારું કામ દેશની સમસ્યાઓ બાબતે સરકારને જાગૃત કરાવવાનું છે. વડાપ્રધાને જે પેકેજ જાહેર કર્યા છે તેનાથી કંઈ થવાનું નથી. સરકાર કહે છે કે જીડીપીના 10 ટકા પેકેજના રૂપમાં આપ્યા છે પરંતુ હકિકતમાં 1 ટકા જ મળ્યા છે. સરકારમાં બેઠેલા લોકોમાં એવો ડર છે કે જો ગરીબોને વધારે પૈસા આપ્યા તો અન્ય દેશોમાં ખોટો સંદેશો જશે. રાહુલે કહ્યું કે ભારતની શક્તિ ગરીબ લોકોજ છે એમાં બહારના દેશોની ચિંતા કરવાની જરૂર નથી. હું ફરીથી સરકારને કહું છું કે હિંદુસ્તાનની ઈમેજ બહારથી નથી બનતી અંદરથી જ બને છે. હિંદુસ્તાનની શક્તિની રક્ષા કરવાની જરૂર છે. એટલા માટે 50 ટકા લોકોને ડાયરેક્ટ કેસ આપવી પડશે. મોદી સરકારે 20 લાખ કરોડના પેકેજમાં કર્જ આપ્યું છે. પરંતુ લોકો મદદ ઈચ્છે છે કર્જ નહીં. મજૂરોની સમસ્યા અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે આજે કામદારો કહી રહ્યા છે કે અમારો વિશ્વાસ તૂટી ગયો છે, આ શબ્દો કોઈને ન કહેવા જોઈએ કારણ કે દેશમાં કોઈનો વિશ્વાસ તૂટી ન જવો જોઇએ. સરકાર હજી પણ મજૂરોની મદદ કરી શકે છે. દરેક મજૂરોના ખાતામાં 7,500 રૂપિયા આપી શકે છે. યુપી સરકાર દ્વારા અ્ય રાજ્યોમાં મજૂરોને કામ માટે પરમિશન પર કહ્યું કે મજૂરો કોઈની ખાનગી સંપત્તિ નથી, તેઓ ગમે ત્યાં જઈને કામ કરી શકે છે. તેમને કોઈ રોકી ના શકે.

રાજ્ય સરકાર પાછળ કેન્દ્રએ ઊભા રહેવું પડશે

મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કેસો અંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જેટલી વધારે ગીચતા છે ત્યાં વધુ કોરોના છે. તેથી મુંબઈ-દિલ્હીમાં વધુ કેસો છે, અમે મહારાષ્ટ્રમાં સરકારને સમર્થન આપી રહ્યા છીએ પરંતુ નિર્ણય લેવાની ક્ષમતામાં નહીં. અમે પંજાબ, છત્તીસગઢ, રાજસ્થાનમાં નિર્ણયો લેવાની સ્થિતિમાં છીએ, પરંતુ મહારાષ્ટ્રને પણ કેન્દ્ર સરકારની મદદ મળવી જોઈએ. અમે ફક્ત કેન્દ્ર સરકારને વિચારો આપી શકીએ પરંતુ સરકારે કેટલું સાંભળવું તે તેમના પર છે.
કોંગ્રેસ શાસિત રાજ્યો વિશે રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી સરકારો ગરીબોને પૈસા આપી રહી છે, અન્ન આપી રહી છે. અમને ખબર છે કે આગળ શું કરવાનું છે પરંતુ રાજ્યો કેટલા સમય સુધી એકલા હાથે લડશે. કેન્દ્ર સરકારે આગળ આવવું પડશે અને રણનીતિ વિશે દેશ સાથે વાત કરવી પડશે.

60 દિવસ વિત્યા છતાં કંઈ પરિણામ નથી અને લોકડાઉન હટી રહ્યું છે

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે આખી દુનિયા લોકડાઉનને દૂર કરી રહી છે, ત્યાં કેસ ઓછા થઈ રહ્યા છે, પરંતુ આપણે અહીંયા કેસ વધી રહ્યા છે છતાં લોકડાઉન હટાવવામાં આવી રહ્યું છે. રાહુલે સવાલ કર્યો કે પીએમ મોદી ગરીબો માટે, ખેડુતો માટે શું કરી રહ્યા છે એનો જવાબ આપે. તેમણે કહ્યું કે સરકારે સત્ય સ્વીકારવું જોઈએ, કારણ કે એવું કહેવામાં આવતું હતું કે 21 દિવસમાં બધું ઠીક થઈ જશે પરંતુ 60 દિવસ વીતી ગયા છે.
એરલાયન્સ અને ટ્રાન્સપોર્ટ ઓપન કરવા બાબતે રાહુલ ગાંધીએ કહ્યું કે, તે કોઈ એક્સપર્ટ નથી. તમને એક્સપર્ટ જ સાચી હકિકત કહી શકે કે લોકડાઉનમાં ભારતને કેવી રીતે ખોલવું જોઈએ. પરંતુ હું એટલું સમજું છું કે જ્યારે પણ આપ ખોલો તે પહેલા રાજ્યોથી ઈનપુટ લેવા પડશે. એક્સપર્ટના ઈનપુટ લેવા પડશે. સિસ્ટેમેટીકલી કામ કરવું પડશે. રાહુલે કહ્યું કે મને ચિંતા છે કે નોન લોકડાઉનવાળી હાલતમાં કોરોનાની બીજો વેવ આવી શકે છે. જે ખૂબજ ખતરનાક હશે.

નાના ઉદ્યોગ ધંધાઓને તેજ કરાવા સામાન્ય માણસના હાથમાં પૈસા હોવા જરૂરી

રોજગારી અંગે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે દેશમાં રોજગારની મુશ્કેલીઓ પહેલેથી જ હતી, પરંતુ લોકડાઉનને લીધે એક વધારે મોટી ફટકાર પડી છે. આગામી દિવસોમાં નોકરીઓની સંખ્યા ઝડપથી વધી શકે તે માટે સામાન્ય માણસના હાથમાં પૈસા હોવા જરૂરી છે. કારોબાર બંધ થવાને પરિણામે કેટલાય નાના ઉદ્યોગો બંધ થવા જઈ રહ્યા છે. એટલા માટે નાના ઉદ્યોગોને પૈસા આપવાની માગ કરી રહ્યા છે. જો આપણે એમ નહીં કરીએ તો તે આત્મઘાતી સાબિત થશે.

સીમા વિવાદ પર આ કહ્યું

નેપાળ અને ચીન સાથે ચાલી રહેલા તનાવ અંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરહદ પર જે બન્યું તેની વિગતો, સરકારે દેશની સામે રાખવી જોઈએ. સરકારે ટ્રાન્સપરન્સી દાખવવી જોઈએ. હમણાં કોઈને ખબર નથી કે શું થયું, નેપાળનું શું થયું અને લદાખમાં શું થઈ રહ્યું છે. સરકારે તમામ વિગતો દેશની સામે મૂકવી જોઈએ.

Read Also

Related posts

ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત

Mansi Patel

ટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ

Pravin Makwana

હવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!