GSTV

હાથરસ મામલે રાહુલ ગાંધીના યોગી સરકાર પર પ્રહાર: કેટલાક લોકો દલિત, મુસ્લિમ અને આદિવાસીને મનુષ્ય સમજતા જ નથી

Last Updated on October 11, 2020 by pratik shah

હાથરસની ઘટના પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એકવાર ફરી યુપી સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યુ છે કે શરમજનક સત્ય એ છે કે કેટલાક ભારતીય દલિત, મુસલમાન અને આદિવાસીઓને મનુષ્ય સમજતા જ નથી.

રાહુલ ગાંધીએ ફરી કર્યું ટ્વીટ

રાહુલ ગાંધીએ કહ્યુ કે મુખ્યમંત્રી અને તેમની પોલીસ કહે છે કે કોઈનો રેપ થયો નથી કેમ કે તેમના માટે અને કેટલાક બીજા ભારતીયો માટે તે પીડિતા કંઈ હતી નહીં. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એક રિપોર્ટની ટીકા કરતા આ પ્રતિક્રિયા આપી છે. પોલીસ અને રાજ્ય સરકારના અધિકારી વારંવાર રેપની ઘટનાથી ઈનકાર કરી રહ્યા છે.

દેશની દીકરીને ન્યાય અપાવવા આખો દેશ સાથે છે: રાહુલ

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાથરસની ઘટનાને લઈને યુપી સરકાર પર શરૂઆતથી જ નિશાન સાધી રહ્યા છે. રાહુલ ગાંધી હાથરસમાં પીડિત પરિવારના ઘરે પણ ગયા હતા તેમની સાથે મુલાકાત કરી હતી. રાહુલે કહ્યુ હતુ કે યુપી સરકાર ઈચ્છવા છતાં પણ પીડિત પરિવારની સાથે મનમાની કરી શકશે નહીં, કેમ કે હવે આ દેશની દિકરીને ન્યાય અપાવવા સમગ્ર દેશ સાથે છે.

ન્યાય અપાવવા સંપૂર્ણ મદદ કરીશું

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે આ મુશ્કેલ સમયમાં અમે તેમની સાથે ઉભા છીએ અને ન્યાય અપાવવામાં પૂરી મદદ કરીશુ. પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે પીડિતાના મૃતદેહને અડધી રાતે કેમ સળગાવવામાં આવ્યો? પીડિત પરિવારને ધમકી કેમ આપવામાં આવી રહી છે અને તેમને નિવેદન બદલવા પર મજબૂર કેમ કરવામાં આવી રહ્યા છે. પ્રિયંકા ગાંધીએ આ કેસમાં પીડિત પરિવાર તરફથી હાથરસ ડીએમને હટાવવા અને આ ઘટનાની કાયદાકીય તપાસની માગ કરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

PHOTOS / નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે વડાપ્રધાન મોદીની સરપ્રાઇઝ એન્ટ્રી, ચાલી રહેલા કાર્યોનું કર્યું નિરીક્ષણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!