GSTV
Home » News » કોંગ્રેસના કદાવર નેતાઓએ સમજાવ્યા છતાં રાહુલ ગાંધી છોડશે અધ્યક્ષ પદ

કોંગ્રેસના કદાવર નેતાઓએ સમજાવ્યા છતાં રાહુલ ગાંધી છોડશે અધ્યક્ષ પદ

રાહુલ ગાંધી કોંગ્રેસનું અધ્યક્ષ પદ છોડવા અડગ રહ્યા છે. યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસના લોકસભા સાંસદોની બેઠક થઈ. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતાં. બેઠકમાં કોંગ્રેસના 51 સાંસદ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામુ પરત લેવા મનાવી શક્યા નહીં. રાહુલ ગાંધીએ પાર્ટીના સાંસદોને કહ્યું કે તેઓ પાર્ટીના અધ્યક્ષ પદે નહીં રહે.

શશી થરૂર અને મનીષ તિવારીએ રાહુલ ગાંધીને અધ્યક્ષ બની રહેવાના પક્ષમાં તર્ક આપ્યો કે હાર માત્ર તેમની જ જવાબદારી નથી પરંતુ સામુહિક છે. તેમ છતાં હારની નૈતિક જવાબદારી પોતાની માનીને અધ્યક્ષ પદે નહીં રહેવાનો નિર્ણય રાહુલ ગાંધીએ ફરીથી વ્યક્ત કર્યો.. બેઠકમાં તમામ 51 સાંસદોએ અપીલ કરી.

પરંતુ રાહુલ ગાંધીએ તેમની વાત માનવાનો ઈન્કાર કરી દીધો. અગાઉ પણ કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ છોડવાની વાત કરી હતી. પરંતુ કાર્યસમિતિએ તેને ફગાવી હતી. તો આ બેઠકમાં પણ રાહુલ ગાંધી પોતાની રાજીનામાને લઈ અડગ રહ્યા.

READ ALSO

Related posts

ચંદ્રયાન-2નો સૌથી જટીલ તબક્કો પૂર્ણ: 13 દિવસ સુધી ચંદ્રમાની પરિક્રમા કરશે, ISROએ આપી માહિતી

Riyaz Parmar

પાકિસ્તાનને બીજો એક મોટો ઝાટકો, ટ્વિટરે ભર્યું આ મોટુ પગલું

Kaushik Bavishi

ગૃહપ્રધાન અમિત શાહે અસમમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરને અંતિમ પ્રકાશનથી સંબંધિત મુદ્દે સમીક્ષા કરી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!