GSTV
Gujarat Polls 2017 India ગુજરાત ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીએ હાર સ્વિકારી, ગુજરાત-હિમાચલમાં નવી સરકારને અભિનંદન પાઠવ્યા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં હાર સ્વિકારી લીધી છે. રાહુલે બંને રાજ્યમાં નવી સરકારને અભિનંદન પણ પાઠવ્યા અને લોકોનો પણ આભાર માન્યો.

આ ઉપરાંત રાહુલે તેમ કહેતા પાર્ટી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો કે તેમણે નફરતની વિરૂદ્ધ ગરિમાની લડાઇ લડી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આક્ર્મક પ્રચાર છતાં પણ કોંગ્રેસ ગુજરાતની સત્તામાં વાપસી કરવામાં નિષ્ફળ રહી. જો કે કોંગ્રેસની બેઠકોમાં સારો એવો વધારો થયો છે.

કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે જણાવ્યું કે, જે પણ પરિણામ આવ્યા છે તે કોંગ્રેસની નૈતિક જીત છે. આ મુદ્દાઓ પર આધારિત રાહુલ ગાંધીના ચૂંટણી પ્રચારની જીત છે. ગેહલોતે જણાવ્યું કે, કોંગ્રેસે ગુજરાતમાં શાનદાર રીતે પ્રચાર કર્યો અને રાહુલના કેમ્પેઇને તેમને ઇન્દિરા ગાંધીની યાદ અપાવી. તો રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, કોંગ્રેસ જનતાના ચુકાદાને વિનમ્રતાપૂર્વક માથા પર ચઢાવે છે. સુરજેવાલાએ ભાજપ ઉપર આકરા પ્રહારો પણ કર્યા.

Related posts

કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ

Hardik Hingu

મંત્રી ગડકરીની નવી જાહેરાત / વાહનોને અકસ્માત પરીક્ષણોના આધારે મળશે સ્ટાર રેટિંગ, સુરક્ષિત વાહનો માટે થશે ઉપયોગી

Hardik Hingu

કેજરીવાલે કહ્યું- નવી સેનાની ભરતી યુવાનો અને દેશ માટે નુકસાનકારક, કેન્દ્ર અગ્નિપથ યોજનાની કરે સમીક્ષા

GSTV Web Desk
GSTV