GSTV

રાહુલ ગાંધીનો કેન્દ્રની મોદી સરકાર પર આકરો પ્રહાર, તીખો સવાલ કરીને કર્યો કટાક્ષ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર સતત નિશાન સાધતા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિભિન્ન મુદ્દાને લઈને તેઓ મોદી સરકાર પર નિશાન સાધે છે. આ કડીમાં રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત પહેલા તેમણે નિશાન સાધતા કહ્યુ કે કાશ કોવિડ એક્સેસ સ્ટ્રેટેજી જ મન કી બાત હોત.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યુ, સવાલ તો યોગ્ય છે પરંતુ સરકારના જવાબનો ભારત દેશ ક્યાં સુધી રાહ જોશે. 

રાહુલ ગાંધીએ પોતાની ટ્વીટ સાથે એક અખબારનો સ્ક્રીન શૉટને શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધિત કરે છે. આને લઈને રાહુલ ગાંધીએ નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ જે સમાચારને શેર કર્યા છે તેમાં કોરોના વેક્સિન નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટના સીઈઓ અદાર પૂનાવાલાએ સરકારને પૂછ્યુ છે કે શુ દેશમાં તમામને વેક્સિન આપવા માટે તેમની પાસે આવતા વર્ષે 80 હજાર કરોડ ઉપલબ્ધ હશે? પોતાની ટ્વીટમાં તેમણે વડાપ્રધાન કાર્યાલયને પણ ટેગ કર્યુ છે.

ટ્વીટ સાથે એક અખબારનો સ્ક્રીન શૉટને શેર કર્યો

અદાર પૂનાવાલાએ ટ્વીટ કરી કહ્યુ ત્વરિત સવાલ, ભારત સરકારની પાસે આવતા એક વર્ષમાં 80,000 કરોડ રૂપિયા હશે? કેમ કે સ્વાસ્થ્ય મંત્રાલયને વેક્સિન ખરીદવા અને તમામને વિતરણ કરવા માટે આની જરૂર પડશે.

સ્વાસ્થ્ય મંત્રાલયને વેક્સિન ખરીદવા અને તમામને વિતરણ કરવા માટે આની જરૂર પડશે

આગામી પડકાર એ છે કે જેનાથી આપણે ઉકેલ મેળવવાની જરૂર છે. હુ આ પ્રશ્ન પૂછુ છુ કેમ કે આપણને યોજના અને માર્ગદર્શનની જરૂર છે. ભારત અને વિદેશમાં હાજર વેક્સિન નિર્માતા ખરીદ અને વિતરણના મામલે દેશની જરૂરિયાત પૂરી કરશે.

READ ALSO

Related posts

રાહતના સમાચાર / ગૃહ મંત્રાલયે હવે ભારતમાં દરેકને આવવાની આપી છે છૂટ, માત્ર આ લોકો જ નહીં કરી શકે એન્ટ્રી

Mansi Patel

PM Awas Yojana: પુરુષો કરતાં મહિલાઓને આવાસ યોજનામાં મળે છે વધુ ફાયદા! ફટાફટ આ રીતે કરી દો અપ્લાય

Bansari

સીએમ રૂપાણીના આકરા પ્રહાર/ કોરોના સંકટમાં કોંગ્રેસના નેતાઓ જયપુરના રિસોર્ટમાં દારૂ પીને સ્વીમિંગ પુલમાં મારતા હતા ધુબાકા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!