GSTV

સીતારમન મંજૂરી આપે તો એક બે શું 10થી 15 મજૂરોની બેગો ઉપાડીને ચાલવા લાગીશ

Last Updated on May 26, 2020 by Karan

તાજેતરમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મુસીબતમાં મુકાયેલા શ્રમજીવીઓને મળ્યા હતા. જેના પર નાણા મંત્રી નિર્મલા સિતારમને ટોણો મારતા કહ્યું હતું કે, આવુ કરીને રાહુલે મજૂરોનો સમય ખરાબ કર્યો હતો. રાહુલ જો ખરેખર મજૂરો માટે ગંભીર હોત તો તેમનો સામાન ઉઠાવ્યો હોત.

10 -15 મજૂરોની બેગ ઉઠાવીને લઈ જઈશ

દરમિયાન રાહુલ ગાંધીએ હવે તેનો જવાબ આપતા કહ્યુ છે કે, જો નાણા મંત્રી પરવાનગી આપે તો હું બેગ ઉઠાવીને ચોક્કસ લઈ જઈશ અને એક નહી પણ 10 -15 મજૂરોની બેગ ઉઠાવીને લઈ જઈશ.

મને ખાલી તેઓ પરવાનગી આપે

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, શ્રમજીવીઓ સાથે વાત કરીને હું તેમના દિલમાં શું છે તે સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું સાચુ કહું તો મને ઘણો ફાયદો થયો છે. મારી જાણકારી વધી છે. જ્યાં સુધી મદદની વાત છે તો મદદ તો હું કરતો રહીશું. જો નિર્મલાજી મને મંજૂરી આપે તો એક બે નહી 10-15 મજૂરોની બેગ ઉઠાવીને યુપી સુધી જઈશ. મને ખાલી તેઓ પરવાનગી આપે. મને ચાલતા જવામાં પણ વાંધો નથી. હું રસ્તામાં લોકોની મદદ કરીશ.

READ ALSO

Related posts

ક્વાડ પર અકળાયું ચીન, કહ્યું: સમયની વિરુદ્ધમાં છે આવા સમૂહોનું ગઠન, તેમને નહિ મળે સમર્થન

Pritesh Mehta

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!