GSTV

શું ચૂંટણી પહેલા ખતમ થશે કોંગ્રેસનો આંતરિક ખટરાગ? આજે પંજાબના ધારાસભ્યો સાથે રાહુલ ગાંધી કરશે મુલાકાત

Last Updated on June 25, 2021 by Pritesh Mehta

પંજાબમાં આગામી દિવસોમાં થનાર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો આંતરિક ખટરાગ સપાટીએ આવ્યો છે. સીએમ કેપ્ટન અમરિન્દર સિંહ વિરુદ્ધ નવજોત સિંહ સિદ્ધુ અને અન્ય નેતાઓએ મોર્ચેબંધી કરી છે તો કેપ્ટન અમરિન્દર સિંહ પણ મચક નથી આપી રહ્યા. આ દરમ્યાન કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા આ વિવાદનું સમાધાન લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસ

આજે રાહુલ ગાંધીની બેઠક

આ પ્રકરણમાં શુક્રવારે કોંગ્રેસ સાંસદ અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પંજાબના ધારાસભ્યો સાથે મુલાકાત કરશે. આ મુલાકાત નવી દિલ્હીમાં રાહુલ ગાંધીના નિવાસસ્થાને થશે. આશા છે કે આ બેઠકમાં રાહુલ ગાંધી પંજાબના ધારાસભ્યોની વાત સાંભળશે.

પંજાબ કોંગ્રેસ વિવાદનો અંત ક્યારે?

જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ થોડા દિવસ પહેલા જ પંજાબ કોંગ્રેસના સુનિલ ઝાખડ, પ્રતાપ સિંહ બાજવા સહીત અનેક નેતાઓ સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધીની આ મુલાકાત બાદ પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે નિવેદન આપ્યું હતું કે જુલાઈના પહેલા સપ્તાહ સુધી કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા પંજાબ વિવાદનું સમાધાન કરવામાં આવશે.

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મુસીબતો

નવજોત સિંહ સિદ્ધુ ઘણા સમયથી કેપ્ટન અમરિન્દર સિંહ વિરુદ્ધ મોરચો ખાલી બેઠા છે. પાર્ટી તરફથી એક કમિટી બનાવવામાં આવી છે જેની સામે કેપ્ટન અમરિન્દર સિંહ, નવજોત સિંહ સિદ્ધુ સહીત પંજાબના અન્ય નેતાઓ હાજર થશે. જોકે, આ સુનાવણીથી અલગ સિદ્ધુ દ્વારા કેપ્ટનના વિરોધમાં નિવેદન બાજી સતત ચાલુ જ છે.

માહિતી મુજબ, કેપ્ટન અમરિન્દર સિંહે નવજોત સિંહ સિદ્ધુની નિવેદન બાજીને લઈને કમિટીને સૂચના આપી છે અને નારાજગી વ્યક્ત કરી છે, પંજાબમાં આગામી ચૂંટણી થવાની છે એવામાં કોંગ્રેસમાં ચાલી રહેલ ખટરાગથી પાર્ટીની ચિંતા વધી ગઈ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari

ઉદારીકરણના 30 વર્ષ / તત્કાલિન નાણા પ્રધાન મનમોહન સિંહ સામે હતા ઘણા પ્રકારો, જાણો 1991 પછીથી કેવી રીતે બદલાઇ ગયું ભારતનું અર્થતંત્ર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!