કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરજેડી અધ્યક્ષ લાલુ યાદવ સાથે મુલાકાત કરી છે. લાલુ યાદવને મળવા માટે રાહુલ ગાંધી દિલ્હી એમ્સ પહોંચ્યા હતા. જ્યા તેમણે લાલુ યાદવ સાથે ચર્ચા કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી લાલુ યાદવના ખબર-અંતર પૂછવા માટે એમ્સ ગયા હતા. પરંતુ રાહુલની આ મુલાકાતને રાજકીય રીતે મહત્વની ગણવામાં આવી રહી છે. મહત્વનું છે કે, રાહુલ પહેલા કેન્દ્રીય પ્રધાન ઉપેન્દ્ર કુશવાહ લાલુને મળવા માટે એમ્સ ગયા હતા. લાલુની તબીયત વધારે ખરાબ થતા તેમને દિલ્હી એમ્સમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે.