GSTV

રાહુલ ગાંધીએ ગૃહમાં લોનનો મુદ્દો ઉઠાવ્યો, લોકસભામાં 50 ડિફોલ્ટર બોલ્યા બહાર આવી 500 કરી નાખ્યા

Last Updated on March 16, 2020 by Mayur Vora

વિપક્ષ દ્વારા ગત સપ્તાહે ભારે હોબાળા બાદ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ત્યારે આજે રાહુલ ગાંધીએ ગૃહમાં લોનનો મુદ્દો ઉઠાવ્યો હતો. લોકસભામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને બેડ લોનનો મુદ્દો ઉઠાવ્યો. રાહુલ ગાંધીએ સવાલ કર્યા વડાપ્રધાન 50 ડિફોલ્ટરના નામ જણાવે. જેના પર સત્તા અને વિપક્ષ વચ્ચે ભારે હોબાળો શરૂ થયો હતો. રાહુલ ગાંધીએ ભારતીય અર્થવ્યવસ્થા ઘણી જ ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં હોવાનો ઉલ્લેખ કર્યો સાથે જ બેંકને લૂંટનારાઓ પર કાર્યવાહીની પણ માગ કરી હતી.

તે લોકોને હું પકડી પકડીને લાવીશ

રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાનજી કહે છે કે જે લોકોએ ભારતના બેંકમાંથી ચોરી કરી તેને હું પકડી પકડીને લાવીશ, ત્યારે મેં તેમને સવાલ કર્યા છે કે તેઓ 50 એવાં લોકોના નામ બતાવે, પરંતુ તેઓએ જવાબ આપવાને બદલે મૌન રહ્યાં હતા. જો કે રાહુલ ગાંધી ફરી એક વખત આંકડાની માયાજાળમાં ફસાયા હતા. રાહુલ ગાંધીએ ગૃહમાં 50 બેંક ડિફોલ્ટર્સના નામ જાહેર કરવાની માગ કરી હતી પરંતુ ગૃહની બહાર આવીને તેઓએ 500 ડિફોલ્ટર્સ અંગે સવાલ પૂછ્યો હોવાનું કહ્યું હતું.

નામ વેબસાઈટ પર ઉપલબ્ધ

રાહુલ ગાંધીના સવાલના જવાબમાં રાજ્યકક્ષાના મંત્રી અનુરાગ ઠાકુરે જવાબ આપ્યો હતો અને તેઓએ કહ્યું કે 25 લાખ રૂપિયાથી વધુની રકમનું ડિફોલ્ટ કરનારા તમામના નામ સીઆઈસીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે આમાં છુપાવવા જેવું કંઈ જ નથી. તેઓએ કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે કેટલાંક લોકો પોતાના દ્વારા કરવામાં આવેલા પાપોને બીજાના માથે થોપવા માગે છે.

4 લાખ કરોડથી વધારેની રકમ પરત

અનુરાગ ઠાકુરે કહ્યું કે તેમના સમયમાં જે લોકો પૈસા લૂંટીને ભાગી ગયા છે તેના વિરૂદ્ધ મોદી સરકારે કાયદો બનાવ્યો છે અને 4 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ પરત આવી ગઈ છે. અમારી સરકારે તેમની પ્રોપર્ટી જપ્ત કરી છે. આ દરમિયાન તેઓએ યસ બેંકના ફાઉન્ડર રાણા કપૂર અને પ્રિયંકા ગાંધી વચ્ચે 2 કરોડ રૂપિયાની થયેલી પેન્ટિંગ ડીલને લઈને પણ કટાક્ષ કર્યા. અનુરાગ ઠાકુરે પેન્ટિંગનો ઉલ્લેખ કરતાં જ કોંગ્રેસના સાંસદોએ હોબાળો કર્યો. અધીર રંજન ચૌધરીએ પણ પોતાની સીટ પરથી ઊભા થઈને વાંધો ઉઠાવ્યો હતો.

READ ALSO

Related posts

મોંઘવારીની ઘાણીમાં લોકોનું નીકળ્યું તેલ, ખાદ્યતેલના ભાવોમાં થયો વધારો: રસોડાની રંગતમાં નહી રહે સ્વાદ !

pratik shah

BIG BREAKING: કર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા બસવરાજ એસ બોમ્મઈ, બીએસ યેદિયુરપ્પાના છે ખાસ નજીક

pratik shah

‘બધા જ પોલીસ સ્ટેશનોમાં લગાવવામાં આવે સીસીટીવી કેમેરા’, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો માટે બહાર પાડી માર્ગદર્શિકા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!