કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર દેશમાં નફરત ફેલાવવાનો આરોપ મૂક્યો છે. લંડનની કૅબ્રિજ યુનિવર્સિટીનાં આઈડિયાઝ ફૉર ઈન્ડિયા પ્રોગ્રામમાં સંબોધન કરી રાહુલ ગાંધીએ આક્ષેપ મૂક્યો હતો. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ભાજપ સમગ્ર દેશમાં કેરોસીન જેવી નફરતની આગ ભડકાવી રહ્યો છે. દેશમાં હાલ સ્થિતિ સારી નથી. કાર્યક્રમમાં બોલતા આગળ રાહુલે કહ્યું કે, ભારતમાં લોકશાહી, આરએસએસ જેવા મુદ્દાઓ તેમજ ચીનની સાથે દેશના સંબંધો પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

કેન્દ્ર સરકાર પર ચીન મુદ્દે મૌન રહેવાનો આરોપ પણ રાહુલ ગાંધીએ મૂક્યો હતો. પરોક્ષ સ્વરૂપે રાહુલ ગાંધીએ એકવાર ફરીથી દેશમાં અમુક જ બ્રિઝનેસ ગ્રૂપના ઈજારાશાહી પર પણ નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, એક કંપની પાસે તમામ એરપોર્ટ, તમામ બંદરો એક કંપની પાસે હોવા ખૂબ ખતરનાક છે. ખાનગી કંપનીને આપેલા આટલા બધા એકાધિકારથી નુકસાન થવાનો મુદ્દો કાર્યક્રમમાં ઉઠાવ્યો હતો. સત્તા અને મૂડીના આટલા કેન્દ્રીકરણની સાથે દેશને વધુ નુકસાન થવાનો રાહુલે સ્વીકાર કર્યો હતો.

દેશની વર્તમાન રાજકીય સ્થિતિ તેમજ અન્ય મુદ્દાઓ પર રાહુલ ગાંધીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. દેશમાં સ્થિતિ સારી નહોવાનો રાહુલ ગાંધીએ મુદ્દો ઉઠાવ્યો હતો. પીએમ મોદી કોઈનું નથી સાંભળતા હોવાનો આક્ષેપ મૂક્યો હતો. દેશમાં જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ચીન મુદ્દે પર કેન્દ્ર સરકારનો રાહુલ ગાંધીએ નિશાન લીધું હતું. ચીની સેના લદ્દાખમાં ઘૂસી ચૂકી છે. છતાં કેન્દ્ર સરકાર વાત કરવા તૈયાર નથી. સરકાર ચીન મુદ્દે કોઈ વાત કરવા માંગતી નથી.
રાહુલ ગાંધીએ એલએસી વિવાદને રશિયા-યુક્રેનના યુદ્ધ સાથે જોડી દીધું હતું. ચીનની સેના ડોકલામ અને લદ્દાખમાં છે. ચીન તરફથી કહેવાયું છે કે, આ વિસ્તારોમાં ભારતનો સંબંધ છે. પરંતુ અમે નથી માનતા. આમ છતાં કેન્દ્ર સરકાર આ મુદ્દે ગંભીર ન હોવાનો રાહુલ ગાંધીએ આક્ષેપ મૂક્યો હતો.
Read Also
- સાવધાન/ કુરીયર છોડાવવા માટે નાણાં ભરવાની લીંક મોકલીને ૧.૧૯ લાખની છેતરપિંડી, જાણો સમગ્ર મામલો
- સિવિલમાં જુનિયર ડોક્ટરોની હડતાળ: ૧૦ દિવસમાં ૬૦૦ ઓપરેશન રદ; ઓપીડીમાં લાંબી લાઇનો
- મહારાષ્ટ્રમાં મહાભારત / શું એકનાથ શિંદે સામે હથિયાર હેઠા મુકવા તૈયાર છે ઉદ્ધવ ઠાકરે? આડકતરી રીતે આપી દીધી આ ઑફર
- ઝઘડાની અદાવતમાં ગંદુ કૃત્ય, દરિયાપુરના શખ્સે સગીરા સાથે તકરાર કરી કપડા ફાડી છેડતી કરી
- હિટ એન્ડ રન/ રોડ ક્રોસ કરતા વૃધ્ધને લકઝરી કારેઅડફેટે લીધા, મોતને ઘાટ ઉતારી ચાલક ભાગી ગયો