GSTV

રાહુલ ગાંધીના નિશાના પર સરકાર, જનતા સાથે ક્રૂર મશ્કરી કરી રહી છે કેન્દ્ર સરકાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભડાકો થતા કોંગ્રેસ લાલઘૂમ!

Last Updated on October 22, 2021 by pratik shah

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પેટ્રોલ ડિઝલના સતત વધી રહેલા ભાવને લઈને કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી છે. રાહુલ ગાંધીએ આરોપ મુક્યો છે કે, જનતા સાથે ક્રુર મજાક થઈ રહી છે. કેન્દ્ર સરકાર લોકો સાથે ક્રુર મશ્કરી કરી રહી છે.

પેટ્રોલ

પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં આજે પણ વધારો

ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં આજે પણ વધારો થયો છે. તેમાં પ્રતિ લિટર 35 પૈસા વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે પેટ્રોલ ડિઝલના ભાવ ફરી એક વખત રેકોર્ડ બ્રેક ઉંચાઈ પર પહોંચ્યા છે. દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલના ભાવ અનુક્રમે 106.54 રૂપિયા અને મુંબઈમાં 112.44 રૂપિયા થઈ ચુકયા છે.

petrol diesel price hike

કેન્દ્ર સરકાર પર ચાબખા માર્યા

આ પહેલા પણ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ અવાર નવાર પેટ્રોલ અને ડિઝલના વધતા જતા ભાવોને લઈને કેન્દ્ર સરકાર પર ચાબખા માર્યા છે. પ્રિયંકા ગાંધીએ તો કહ્યુ હતુ કે, આ સરકારે સ્લીપર પહેરનારાઓ વિમાનમાં મુસાફરી કરશે તેવો વાયદો કર્યો હતો. હવે તો એવી હાલત છે કે, પેટ્રોલ ડિઝલના વધતા ભાવથી સામાન્ય માણસ માટે તો રસ્તા પર મુસાફરી કરવી પણ મુશ્કેલ બની ગઈ છે.

READ ALSO

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!