છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ઉપાધ્યક્ષ ડો. રમણસિંહે કોંગ્રેસની ચિંતન શિબિર પર કટાક્ષ કર્યો હતો અને રાહુલ ગાંધીને નોનપ્લેઈંગ કેપ્ટન ગણાવ્યા હતા.
જયપુરમાં ભાજપની ચિંતન શિબિર બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ન તો કેપ્ટન બનવા માગે છે, ન તો મેદાનમાં ઊતરવા માગે છે. 2013માં ચિંતન શિબિર યોજાઈ ત્યારે 13 રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી. 2022માં ચિંતન શિબિર યોજાઈ ત્યારે માત્ર બે જ રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે. મને લાગે છે કે આ ચિંતન શિબિર પછી એકપણ રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે નહીં.

તેમણે પ્રહાર કર્યો કે કોંગ્રેસની ચિંતન શિબિર નહીં, પરંતુ ચિંતા શિબિર યોજાઈ હતી. તે લોકો એવી વ્યક્તિને કેપ્ટન બનાવવા માગે છે જે કેપ્ટન બનવા માગતી નથી. રાહુલ ગાંધી ન તો રન બનાવી રહ્યા છે, ન તો વિકેટ લઈ રહ્યા છે. તેઓ નોનપ્લેઈંગ કેપ્ટન બનવા પણ તૈયાર નથી.

કોંગ્રેસ પાર્ટી માત્ર ત્રણ જ લોકો પૂરતી સીમિત છે, તેઓ તેનાથી ઉપર જઈ શકતા નથી. પાર્ટીએ જનતામાં પોતાનો વિશ્વાસ ગુમાવી દીધો છે. તેમણે લાંબા સમય સુધી લોકોને લૂંટ્યા છે. હવે તેમને તક મળશે નહીં. ઉત્તરપ્રદેશ અને આસામની ચૂંટણીમાં કોંગ્રેસે ભૂપેશ બઘેલના છત્તીસગઢ મોડેલના નામે મત માગ્યા હતા, બંને રાજ્યોમાં તેમનો પરાજય ભૂપેશ બઘેલના મોડેલની પોલ ખોલે છે.
Read Also
- કાર્યવાહી / વિદ્યાર્થીનીઓને ભાજપના પેજ પ્રમુખ બનાવવા લેખિત સૂચના આપનાર આચાર્ય સસ્પેન્ડ, જતા-જતા કરી સ્પષ્ટતા
- ગેરંટી વિના લોન આપી રહી છે સરકાર, સમયપર ચુકવણી કરવાથી આગળ 5 ગણી વધુ રકમનો મળશે લાભ
- LPG Subsidy/ સરકાર 9 કરોડ લોકોને આપી રહી છે રાંધણ ગેસ પર સબસિડી, જાણો કેવી રીતે મળશે આ સેવાનો ફાયદો
- IBPS RRB Recruitment 2022: દેશભરની ગ્રામીણ બેંકોમાં 8000 થી વધુ જગ્યાઓ ખાલી, અરજી કરવાની આજે છેલ્લી તક
- Umang 2022: લાંબા સમય પછી સ્ટેજ પર જોવા મળ્યા કિંગ ખાન, ડાન્સ પરફોર્મન્સથી જીત્યા ચાહકોના દિલ