GSTV

જાણો ક્યાં મોટા નેતાએ રાહુલ ગાંધીની સરખામણી કરી જોકર સાથે

તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સરખામણી ટીઆરએસના અધ્યક્ષ ચંદ્રશેખર રાવે જોકર સાથે કરી છે. એક જનસભાને સંબોધતા ચંદ્રશેખર રાવે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ અધ્યક્ષ હમેશા જોકરની જેમ વાત કરે છે. રાહુલ ગાંધીએ ચંદ્રશેખર રાવને ખાઓ કમિશન રાવ કહેતા.

ચંદ્રશેખર રાવે રાહુલ ગાંધી પર પલટ વાર કર્યો હતો. ચંદ્રશેખર રાવે કહ્યુ કે, તમામ લોકો જાણે છે કે, રાહુલ ગાંધી કોણ છે. દેશના સૌથી મોટા જોકર રાહુલ ગાંધી છે. કોંગ્રેસ ભલે તેલંગાણામાં એડીચોરીનું જોર લગાવે પણ તેલંગાણામાં ટીઆરએસની જીત થવાની છે.

રાહુલ ગાંધીએ એક જનસભાન સંબોધતા જણાવ્યુ હતુ કે, તેલંગાણામાં ટીઆરએસ ભાજપની બીજા નંબરની પાર્ટી છે. ટીઆરએસ અને ભાજપ અંદરખાને સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. તેલંગાણામાં કોંગ્રેસ ભાજપ અને ટીઆરએસને સત્તામાં નહીં આવવા દે.

Related posts

કોરોના સામે લડવા આ રાજ્ય ‘ઓપરેશન શિલ્ડ’ના શરણે : જાણો શું થાય છે આવા સમયે ?

Mayur

સમગ્ર દુનિયામાં કોરોનાના 15 લાખથી વધુ દર્દી, 88 હજારની પાર પહોંચ્યો મૃત્યાંક

Pravin Makwana

વડોદરામાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, એક સાથે 17 કેસ નોંધાતા હડકંપ મચી ગયો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!