GSTV
Home » News » રાહુલ ગાંધી બે વખત ગુજરાતમાં આવ્યાં અને બંન્ને વખત જનતાની માફી માંગી

રાહુલ ગાંધી બે વખત ગુજરાતમાં આવ્યાં અને બંન્ને વખત જનતાની માફી માંગી

રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે અને મહુવામાં જનસભા સંબોધી રહ્યાં છે. એવામાં ત્યાં આવવામાં મોડુ થતા કાર્યક્રમ થોડો મોડો શરૂ કરવામાં આવ્યો. પહેલા ગુજરાતનાં બધા કોગ્રેસ કાર્યકરોએ જનસભા સંબોધી હતી અને ત્યારબાદ રાહુલ ગાંધીએ મંચ સંભાળ્યું હતું. એટલે સૌથી પહેલા રાહુલ ગાંધીએ બધાનુ સ્વાગત કર્યું અને ત્યાર બાદ જનતા પાસે માફી માંગી કારણ કે કાર્યક્રમ મોડો શરૂ કરવામાં આવ્યો હતો. આ પહેલા પણ રાહુલ ગાંધી ગુજરાતમાં અડાલજની વાવ ખાતે થોડા દિવસો પહેલા આવી ચૂક્યાં છે અને જનસબા સંબોધી ચૂક્યાં છે. જો ત્યારની વાત કરવામાં આવે તો ત્યારે પણ રાહુલ ગાંધીનો કાર્યક્રમ મોડો શરૂ થયો હતો અને ત્યારે પણ રાહુલ ગાધીએ જનતાની માફી માંગી હતી.

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં ઝંઝાવતી પ્રચાર કરવા માટે રાહુલ ગાંધી આજે ગુજરાતના મહુવા ખાતે પહોંચ્યા. અહીંથી તેમણે સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા. અહીં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી, અમિત ચાવડા અને પ્રભારી રાજીવ સાતમે સંબોધન કર્યું હતું. ત્યારબાદ રાહુલ ગાંધીએ પોતાના પ્રવચનમાં નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, દેશની જનતાએ નરેન્દ્ર મોદીને પુરો ભરોસો કરી પ્રધાનમંત્રી બનાવ્યા. ખાસ ગુજરાતની જનતાએ 26માંથી 26 બેઠકો જીતાવી પ્રધાનમંત્રી બનાવ્યા. જનતાને વિશ્વાસ હતો કે મોદી કંઈક કરીને બતાવશે પણ એવું કંઈ થયું નહીં. તેમણે ઉદ્યોગપતિની વાત કરી પીએમ પર પ્રહાર કરતા કહ્યું કે, રોજ સાંભળીએ છીએ કે ઉદ્યોગપતિઓનો કર્ઝ માફ થઈ ગયો. રોજ આવા સમાચાર આવે છે.

READ ALSO

Related posts

કાશીનો પ્રસાદ મને શક્તિ આપે છે: PMનાં આગમનથી સમગ્ર વારાણસી કેશરીયા નગરી બની

Riyaz Parmar

પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો, કાર રોકાવી તેની તપાસ કરી તો આ નિકળ્યું

Riyaz Parmar

અમદાવાદમાં 4 સ્થળે ITનાં દરોડ, 100 કરોડ કરતા વધુનાં બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા

Riyaz Parmar