GSTV
Gujarat Government Advertisement

આશા પટેલે રાજીનામું શું આપ્યું રાહુલ ગાંધીએ મુલાકાત ઉત્તરથી દક્ષિણ કરી નાખી

Last Updated on February 5, 2019 by Mayur

ગુજરાત કોંગ્રેસ અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના કથળતી સ્થિતિની અસર રાહુલ ગાંધીની આગામી ગુજરાત મુલાકાત પર થઈ છે. રાહુલ ગાંધી 14 ફેબ્રુઆરીએ ગુજરાત મુલાકાતે છે.તેઓ અગાઉ ઉત્તર ગુજરાતથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવાના હતા. જોકે ઉત્તર ગુજરાતમાં કોંગ્રસના પડતા ગાબડા અને બગડેલી સ્થિતિના કારણે તેમના પ્રવાસના વિસ્તારમાં ફેરફાર કરાયો છે. અને તેઓ આગામી 14 ફેબ્રુઆરીએ દક્ષિણ ગુજરાતની મુલાકાતે જવાના છે.

મોડી રાત સુધી દિલ્હીમાં ચાલેલી બેઠક બાદ મુલાકાતના સ્થળમાં ફેરફાર કરાયો છે. ઊંઝાના ધારાસભ્ય આશા પટેલે રાજીનામુ આપ્યા બાદ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતી ડામાડોળ થઈ છે. અને આ સ્થિતિને થાળે પાડવા માટે દિલ્હી કોંગ્રેસ હાઈકમાન્ડ પણ મથામણ કરી રહ્યું છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગામી ગુજરાત મુલાકાતને લઈને પ્રદેશ કોંગ્રેસ તૈયારીઓ શરૂ કરી છે. રાહુલ ગાંધી આગામી 14 ફેબ્રુઆરીએ ગુજરાતની વલસાડની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે દક્ષિણ ગુજરાતના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા પ્રમુખ, પૂર્વ જિલ્લા પ્રમુખ, સહિતના હોદ્દેદારોની બેઠક આયોજિત થવાની છે. જેમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણી પણ ઉપસ્થિત રહેશે.

આ પહેલા આશા બેને આપેલા રાજીનામાના કારણે ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપની સ્થિતિનું સર્જન થયું હતું. રાહુલ ગાંધીને ટાર્ગેટ કરી લખાયેલા રાજીનામાને કારણે કોંગ્રેસ પર આક્ષેપ કરવાનો ભાજપને મોકો મળી ગયો હતો. આ પહેલા રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતની મુલાકાત લેવાના હતા પરંતુ તેમની મુલાકાત પહેલા જ રાજીનામું પડી જતા હવે દક્ષિણ તરફ રાહુલ ગાંધીએ કૂચ કરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઝટકો/ ભાજપના રાજ્યો પર મોદી-શાહનો દબદબો ઘટ્યો, સ્થાનિક નેતાઓની મનમાનીથી દિલ્હીથી સતત દોડી રહ્યા છે મેનેજરો

Pritesh Mehta

શરમ કરો/ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોનું કારણ મનમોહન સરકાર, મોદીના માથે માછલાં ધોવાતાં ભાજપનો નવો પ્રોપેગેન્ડા

Zainul Ansari

BIG NEWS: અમદાવાદમાં AMTS અને BRTSમાં મુસાફરોની ફરજીયાત રસી મામલે મેયરે ફેરવી તોળ્યું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!