GSTV

રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત, જાણો શું હશે બે દિવસનો કાર્યક્રમ ?

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 16 અને 17મી જુલાઈએ સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. રાહુલ ગાંધી બે દિવસની મુલાકાત દરમ્યાન ભાવનગર જિલ્લાની મુલાકાત લેવાના છે.  રાહુલ ગાંધીની સૌરાષ્ટ્ર મુલાકાત પહેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ભાવનગરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે કોંગ્રેસના આગેવાનો સાથે રાહુલ ગાંધીની સૌરાષ્ટ્ર મુલાકાત અંગે સમીક્ષા કરી હતી.

રાહુલ ગાંધી સૌરાષ્ટ્રની મુલાકાત દરમ્યાન ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા સાથે મુલાકાત કરી શકે છે. તો સાથે જ કથાકાર મોરારીબાપુ સાથે પણ મુલાકાત કરે તેવી સંભાવના છે.

પોતાની જમીન મુદ્દે લડાઈ ચલાવતા ઘોઘાના બાડી પડવા ગામના ખેડૂતો સાથે  રાહુલ ગાંધી મુલાકાત કરશે. બાડી પડવા ગામ અને તેની આજુબાજુના વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા આ મામલે જિલ્લા પોલાસના વડા સાથે વાતચીત કરી છે.

ચર્ચા બાદ કોંગ્રેસ કલમ 144નું ભંગ ન થયા તે રીતે કાર્યક્રમનુ આયોજન કરવાનું વિચારી રહી છે આ ઉપરાંત તેઓ અલંગ શિપયાર્ડ અને તેના કામદારો સાથે, મેથળા બંધારો અને તે વિસ્તારના લોકો સાથે મુલાકાત કરવાના છે.

Related posts

હૈદરાબાદને ભાગ્યનગર બનાવવા માટે હું સ્વંય ભગવાન શ્રીરામની ધરતી પરથી અહીં આવ્યો છું !

Pravin Makwana

રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો : છેલ્લા 24 કલાકમાં 1598 કેસ સાથે 15 લોકોના મોત, 89 લોકો વેન્ટીલેટર પર

Nilesh Jethva

રાજકોટ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની તપાસ હાઈકોર્ટના આ નિવૃત જજને સોપવામાં આવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!