GSTV

ઇન્ડિયા He છે કે She/ રાહુલ ગાંધીના એક ટ્વીટ પર શરૂ થઇ ગઈ ચર્ચા! કોનો તર્ક કેટલો સાચો?

Last Updated on June 19, 2021 by Pritesh Mehta

દેશના મહાન એથ્લીટ મિલ્ખા સિંહનું શુક્રવારે મોડી રાત્રે કોરોનાને કારણે નિધન થયું. સમગ્ર દેશમાં તેમના નિધનથી શોકનું મોજું ફરી વળ્યું તો માઈક્રોબ્લોગીંગ સાઈટ ટ્વીટર પર પણ લોકો ટ્વીટ કરી કરીને મિલ્ખા સિંહને શ્રદ્ધાંજલિ આપવા લાગ્યા. પરંતુ, રાહુલ ગાંધી પોતાના એક ટ્વીટને લઈને ટ્રોલ થવા લાગ્યા છે.

કોંગ્રેસ પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધીએ મિલ્ખા સિંહને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, “મિલ્ખા સિંહજી માત્ર એક સ્પોર્ટ સ્ટાર જ નહોતા તેઓ દેશવાસીઓ માટે સમર્પણ અને ત્યાગનો એક પ્રેરણા સ્ત્રોત હતા. મારી સંવેદના તેમના પરિવાર સાથે છે. ભારત પોતાના ફ્લાઈંગ શીખને કાયમ યાદ રાખશે.

ઇન્ડિયા He કે She?

રાહુલ ગાંધીએ “India remembers her #FlyingSikh” લખતા ટ્વીટર ટ્રોલર્સ તેમની પાછળ પરી ગયા અને ટ્રોલ કરવા લાગ્યા. લોકોએ રાહુલ ગાંધીના ટ્વીટના જવાબમાં લખ્યું “‘India remembers his #flyingSikh’ એવું લખવું જોઈતું હતું. પરંતુ તેમને His ને બદલે Her લખીને ઇન્ડિયાનું જેન્ડર જ બદલી નાખ્યું. લોકો તેમની અંગ્રેજીની પણ મજાક ઉડાવવા લાગ્યા

ઇન્ડિયા

શું હોય છે કોઈ દેશનું જેન્ડર?

કોઈપણ દેશનું જેન્ડર નક્કી નથી કરી શકાતું. આ તે દેશના લોકો પર નિર્ભર કરે છે કે તે પોતાના દેશને કયા જેન્ડરમાં માને છે. આમ પણ અંગ્રેજીમાં પોતાના દેશની ધરતીને Motherland એટલે કે માતૃભૂમિ કહેવામાં આવે છે. તો, જર્મની એક એવો દેશ છે જે પોતાને Fatherland કહેવું પસંદ કરે છે. હવે ભારત કે ઇન્ડિયાનું જેન્ડર શું છે તેના માટે કોઈ પૂર્વનિર્ધારિત નિયમ નથી. સામાન્ય બોલચાલની ભાષામાં દેશવાસીઓ ભારત દેશને ભારત માતા કહેવાનું પસંદ કરે છે. તો અનેક વિદેશી સેલેબ્રિટીઝ એવી પણ છે જેમણે પોતાની દીકરીઓના નામ ઇન્ડિયા રાખ્યું છે.

આ વિદેશી સેલેબ્રિટીઝે પોતાની દીકરીઓનું નામ રાખ્યું છે ઇન્ડિયા

  • પૂર્વ સાઉથ આફ્રિકન ક્રિકેટર જોન્ટી રોડ્સએ પોતાની દીકરીનું નામ India Jeanne Rhodes રાખ્યું છે.
  • બ્રિટિશ એક્ટ્રેસ એમાં ફર્ગુસનએ પોતાની દીકરીનું નામ India Fox Owen રાખ્યું છે.
  • માર્વેલ ફિલ્મોમાં થોરનું પાત્ર ભજવનાર જાણીતા બૉલીવુડ અભિનેતા Chris Hemsworth એ પણ પોતાની દીકરીનું નામ India Rose રાખ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!