GSTV
Home » News » ફારૂક અબ્દુલ્લાનાં સમર્થનમાં આવ્યા રાહુલ ગાંધી, સોશ્યલ મીડિયા પર સરકાર સામે બાંયો ચડાવી

ફારૂક અબ્દુલ્લાનાં સમર્થનમાં આવ્યા રાહુલ ગાંધી, સોશ્યલ મીડિયા પર સરકાર સામે બાંયો ચડાવી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાના સમર્થનમાં આગળ આવ્યાં છે. જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ સીએમ અને નેશનલ કોન્ફરન્સનાં વડા ફારૂક અબ્દુલ્લાની પીએસએ અંતર્ગત અટકાયત કરવામાં આવી છે ત્યારે આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે ફારૂક અબ્દુલ્લા જેવાં નેતાઓએ હટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે રાજનીતિક ખાલીપનથી આતંકીઓને મદદ મળશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે સરકાર કાશ્મીરથી રાષ્ટ્રવાદી નેતાઓને હટાવી રહ્યાં છે. તેઓએ તમામ રાષ્ટ્રવાદી નેતાઓને તાત્કાલિક છોડવામાં આવે તેવી માગ કરી છે.

મહત્વનું છે કે મહેબૂબા મુફ્તિ, ઓમર અબ્દુલ્લા સહિત અનેક અલગતાવાદી નેતાઓને કલમ 370 રદ્દ કરાયાનાં દિવસથી નજરકેદ રાખવામાં આવ્યા છે. તેમજ ગુલામ નબી આઝાદ સહિતનાં અનેક નેતાઓને કાશ્મીર જવા પર સરકારે પ્રતિબંદ મુક્યો છે. જો કે સુપ્રિમ કોર્ટે તેમને અમુક પાબંદીઓ સાથે જવાની મંજૂરી આપી છે.

આ પહેલા એમડીએમકેના નેતા વાયકોએ ફારૂક અબ્દુલ્લાની અટકાયત મુદ્દે સુપ્રીમમાં અરજી કરી હતી. અરજીમાં દાવો કરાયો હતો કે અબ્દુલ્લાની અટકાયત  ગેરકાયદે રીતે થઈ છે. તે સંદર્ભમાં સુપ્રીમે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને સ્પષ્ટતા કરવાનો આદેશ કર્યો છે.પબ્લિક સેફ્ટી એક્ટ યાને જન સુરક્ષા કાનૂન અંતર્ગત જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની અટકાયત કરવામાં આવી છે.  આ કાયદા અંતર્ગત બે વર્ષ સુધી નજરકેદ રાખી શકાય છે. અરજીમાં દાવો થયો હતો કે ફારૂક અબ્દુલ્લા પાંચમી ઓગસ્ટથી નજરકેદ છે. તે પછી સુપ્રીમે સરકારને નોટિસ પાઠવી હતી અને ફારૂક અબ્દુલ્લા વિશે સ્પષ્ટતા કરવાનો આદેશ જારી કર્યો હતો.

READ ALSO

Related posts

મહારાષ્ટ્ર વિધાનસભામાં એક્ઝિટ પોલના આંકડા મુજબ ભાજપ-શિવસેનાને મળશે આટલી સીટો

Nilesh Jethva

70 વર્ષોમાં પહેલીવાર આવુ થયુ, પાકિસ્તાને ભારતની આ સેવા પર મુક્યો પ્રતિબંધ

Kaushik Bavishi

ગુસ્સામાં ગર્લફ્રેન્ડને કહી દીધી કોલગર્લ, હવે 15 વર્ષે કોર્ટે આપ્યો આ ચૂકાદો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!