GSTV
Home » News » રાહુલનો પંજો : જ્યાં નબળી પડી મોદી સરકાર ઢંઢેરાનો ત્યાંજ પ્રહાર, કર્યા આ પાંચ વાયદા

રાહુલનો પંજો : જ્યાં નબળી પડી મોદી સરકાર ઢંઢેરાનો ત્યાંજ પ્રહાર, કર્યા આ પાંચ વાયદા

Congress manifesto

લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસે ઘોષણાપત્રની જાહેરાત કરી છે. આ ઘોષણાપત્રને જન અવાજ નામ આપવામાં આવ્યું છે. અને તેની ટેગલાઈન હમ નિભાએગેં રાખવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 2019માં પાંચ યોજનાઓની ઘોષણા કરી છે. જેને તેમણે પંજો બતાવ્યો છે. રાહુલે પોતાની ઘોષણા દ્રારા ખેડૂત, યુવાનો, રોજગાર અને ગરીબોને સાધન આપવાની કવાયત કરી છે. એવામાં સવાલ છે કે રાહુલનો પંજો શું સત્તામાં કોંગ્રેસની વાપસી કરી શકશે. મોદી લહેરની વચ્ચે રાહુલ ગાંધીએ પોતાના મેનિફેસ્ટોમાં ગરીબ અને ગ્રામીણ લોકો માટેની ખાસ યોજનાઓ બહાર પાડી છે. જો તેમની સરકાર આવી તો આ તમામ યોજનાઓના તેમને લાભ મળશે તેવું રાહુલ ગાંધી પોતાના ઘોષણાપત્રમાં કહી ચૂક્યા છે. ત્યારે રાહુલ ગાંધીના કરેલ પંજાનું વિવરણ કરીએ.

1 ન્યાય : ગરીબી પર વાર, 72 હજાર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ન્યાય યોજના દ્રારા ગરીબોના દિલને જીતવાની કોશિષ કરી છે. ઘોષણાપત્ર જાહેર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આમા માત્ર પાંચ વાતો પર ફોક્સ કરવામાં આવશે. કારણ કે કોંગ્રેસનો લોગો જ પંજો છે. સૌથી પહેલા ન્યાયની વાત આવી. જેના દ્રારા અમે સૌના ખાતામાં પૈસા નાખીશું. ગરીબી પર વાર 72 હજાર તેના દ્રારા સીધો અર્થવ્યવસ્થાને ફાયદો મળશે.

Congress Manifesto

2 રોજગાર : 22 લાખ સરકારી નોકરી, 10 લાખ યુવાઓને રોજગાર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુવાઓ માટે 22 લાખ સરકારી નોકરીઓ ભરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, અમે મોદીજીની માફક 2 કરોડ રોજગાર આપવાની વાત નહીં કરીશું. અમે અત્યારે જે 22 લાખ પદ ખાલી પડેલા છે તેમને માર્ચ 2020 સુધીમાં ભરીશું. જેનો અર્થ સાફ છે કે રાહુલ ગાંધી એક વર્ષની અંદર જો તેમની સરકાર આવી તો 22 લાખ યુવાઓને રોજગારી મળશે. આ સિવાય રાહુલ ગાંધીએ 10 લાખ યુવાઓને ગ્રામ પંચાયતોમાં રોજગારી આપવાની વાત કરી છે. રાહુલે કહ્યું છે કે, 3 વર્ષ માટે વ્યાપાર ખોલવા માટે કોઈ મંજૂરીની જરૂર નહીં હોય.

3 મનરેગા : ગ્રામીણોને સાધવાની રણનીતિ

રાહુલ ગાંધીએ ગ્રામીણ લોકો માટે મનરેગામાં 150 દિવસની રોજગારીની ગેરન્ટીનો વાયદો કર્યો છે. રાહુલે કહ્યું કે, મનરેગા 2019માં દેશની અર્થવ્યવસ્થાને મજબૂતી દેશે. જેને દેશના મોટા મોટા અર્થશાશ્ત્રીઓએ વખાણ્યું છે.

4 ખેડૂતો માટે અલગ બજેટ

રાહુલ ગાંધીએ ખેડૂતો માટે અલગ ઘોષણાપત્રનો વાયદો કર્યો છે. ખેડૂતો માટે અલગ બજેટ હશે. રાહુલે કહ્યું કે, દેશના ખેડૂતો પોતાનું અલગ બજેટ હશે. જેથી ખેડૂતોને ખબર પડી શકે કે સરકાર શું પગલાં ઉઠાવી રહી છે. રાહુલે કહ્યું કે, દેશના ખેડૂતોનું અલગ બજેટ હશે. જેથી ખેડૂતોને ખબર પડી શકે કે સરકાર શું પગલાં ઉઠાવી રહી છે. આ સિવાય રાહુલ ગાંધીએ ખેડૂતો જેમના પર દેવુ હોય તો ક્રિમિનલ કેસની જગ્યાએ સિવિલ કેસ ચલાવવામાં આવશે.

5 શિક્ષા અને સ્વાસ્થ્ય પર ફોક્સ

રાહુલ ગાંધીએ શિક્ષા બજેટ પર 6 ટકા પૈસા ખર્ચ કરવાની વાત કરી. તેમણે મોદી સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, મોદી સરકાર શિક્ષા પર ધ્યાન નથી આપતી. એવામાં અમે નિર્ણય લઈએ છીએ કે શિક્ષાની દિશા અને દશા સુધારવા માટે 6 ટકા પૈસા ખર્ચ કરીશું. આ સિવાય સ્વાસ્થ્ય સેવામાં મોદી સરકારના હેલ્થ વિમાની જગ્યાએ સરકારી હોસ્પિટલોને સારી બનાવીશું. રાહુલે કહ્યું કે, ગરીબમાં ગરીબ માણસને સારામાં સારી હોસ્પિટલમાં સુવિધા મળશે.

READ ALSO

Related posts

સ્વાગત ઓન લાઈન કાર્યક્રમનો ફિયાસ્કો, વડગામના યુવકે લગાવ્યો આ ગંભીર આરોપ

Nilesh Jethva

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની સુરક્ષામાં કરાશે વધારો, CCTVની સંખ્યા વધારીને 109 કરાશે

Mansi Patel

Viral Video: એવી જગ્યાએ આવીને ચોંટી ગઇ ઢગલાબંધ મધમાખીઓ, યુવકને યાદ આવી ગઇ નાની

Bansari
Do NOT follow this link or you will be banned from the site!