GSTV
Home » News » પંજાબમાં રાહુલ ગાંધીનો ખેડૂત અવતાર દેખાયો, એવો હાથ અજમાવ્યો કે…

પંજાબમાં રાહુલ ગાંધીનો ખેડૂત અવતાર દેખાયો, એવો હાથ અજમાવ્યો કે…

ચૂંટણી દરમિયાન દરેક નેતાઓનાં અલગ-્લગ રંગ જોવા મળે છે. સત્તા પક્ષ હોય કે વિપક્ષ, તમામ નેતાઓ મતદારોને રીઝવવા માટે વિવિધ તરકીબ અજમાવતા હોય છે. અમે જનતા સાથે સીધા જોડાયેલા છે,તેવું પ્રતીતી કરાવવા માટે પ્રયત્નો કરતા હોય છે. તમને યાદ હશે કે મથુરામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ નેતા હેમા માલિની ખેતરમાં ઘઉંની કાપણી કરતા દેખાયા હતાં. તેમજ કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાધી રતલામમાં બેરીકેડ કૂદીને લોકો વચ્ચે પહોંચી ગયા હતાં. આ બધાની વચ્ચે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પંજાબમાં ટ્રેકટર પર હાથ અજમાવ્યો હતો. પંજાબનાં લુધિયાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્રેકટર હંકાર્યુ હતું.

લુધિયાણામાં રાહુલ ગાંધી ખેડૂતનાં અવતારમાં જોવા મળ્યા. તેમણએ ટ્રેકટરની સ્ટીયરીંગ પર હાથ બેસાડ્યો અને ખુદને ખેડૂતનાં હમદર્દ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો. ટ્રેકટર પર રાહુલ ગાંધીની સાથે પંજાબનાં સીએમ કેપ્ટન અમરિંદર સિંહ અને લુધિયાણાનાં સાંસદ રવનીત સિંહ બિટ્ટૂ પણ સવાર હતાં. આ સિવાય કોંગ્રેસ નેતા આશા કુમારી પણ હાજર હતાં.

અહીં સવાલ એ છે કે શું રાહુલ ગાંધીનો કિસાન અવતાર ખેડૂત મતદારોને રિઝવવામાં સફળ થશે. જો કે તેમણએ ટ્રેકટર પર હાથ અજમાવીને સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો હતો કે તેઓ ખેડૂતોનાં દર્દથી વાકેફ છે. મહત્વનું છે કે તાજેતરમાં જ સામ પિત્રોડાએ 1984નાં શીખ વિરોધી રમખાણો મામલે વિવાદીત નિવેદન આપતા રાહુલ ગાંધી નારાજ થયા હતા અને તેમને માફી માગવા જણાંવ્યું હતું.

READ ALSO

Related posts

હની ટ્રેપ, સેક્સની લાલચ આપી મોનિકા અને આરતી કરતા હતા આવું કંઇક…

Karan

વીજળી બિલમાં રેકોર્ડબ્રેક થશે વધારો, મોદી સરકાર લેવા જઈ રહી છે આ નિર્ણય

Mansi Patel

વિદેશમાં નહેરુની લોકપ્રિયતા દેખાડવા માટે થરૂરે Twitter પર શેર કર્યો ફોટો, કરી બેઠા મોટી ભૂલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!