GSTV
Gujarat Government Advertisement

રાહુલ ગાંધીને ખ્યાલ જ નથી કે એનસીઆર,સીએએ અને જીએસટી શું છે? : મોદી સરકારના મંત્રીએ માર્યો ટોણો

Last Updated on January 2, 2020 by Mayur

વારાણસીમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડીએ એનઆરસી, સીએએ અને એનપીઆર પર વિપક્ષને આડે હાથ લેતાં પ્રહાર કર્યા છે. તેઓએ કહ્યું કે રાહુલ ગાંધીને ખ્યાલ નથી કે એનસીઆર,સીએએ અને જીએસટી શું છે? રાહુલ ગાંધી કહે છે કે નાગરિકતા સંશોધન કાયદો આવશે તો ટેક્સ વધશે, ત્યારે આ નિવેદન પર કિશન રેડ્ડીએ કટાક્ષ કર્યો કે રાહુલ ગાંધીને કોણ ટ્યુશન આપે છે, ખબર નથી.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે રાહુલ ગાંધીએ પહેલાં બધી વસ્તુઓને સમજવી જોઈએ તે બાદ જ રોડ પર આવવું જોઈએ. કોંગ્રેસે 2011માં અનેક રાજ્યોમાં એનપીઆર લાગુ કર્યુ, 2021માં ભારત સરકાર વસ્તી ગણતરીનો નિર્ણય લીધો છે, તેનાથી રિઝર્વેશનને વધારવા અને ઘટાડવા મદદ મળશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ કહ્યું એનપીઆર મુદ્દે વિપક્ષ લોકોને ખોટી રીતે ભડકાવવાનું કામ કરે છે. કિશન રેડ્ડીએ કહ્યું કે આજનો યુવાન હિંસા નથી ઈચ્છતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભાજપના વિરોધ પર સંજય રાઉતનું નિવેદન, અમે પ્રમાણિત ગુંડા છીએ, કોઇ સર્ટિફિકેટની જરુર નથી

Damini Patel

કોરોના સંકટ છતા આ વર્ષે 96 હજાર લોકોને નોકરી આપશે દેશની ટોચની પાંચ IT કંપનીઓ, Nasscomનો સૌથી મોટો દાવો

pratik shah

ખુશખબર/ ખાદ્ય તેલના ભાવ થશે હજુ સસ્તા, સરકારે લીધો મોટો નિર્ણય

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!