GSTV

કોંગ્રેસમાં આંતર કલહ વધ્યો: ત્રીજા દિવસે પણ ગેહલોત, પાયલોટને ન મળ્યા રાહુલ ગાંધી

sankalp patra bjp

લોકસભાની ચૂંટણીમાં રાજસ્થાનમાં કોંગ્રેસના સફાયા બાદ પક્ષમાં અંદરોઅંદરની ખેંચતાણ વધી ગઇ છે.સુત્રોના જણાવ્યા અનુસાર સતત ત્રીજા દિવસે પક્ષના પ્રમુખ રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળવાનો સમય આપ્યો ન હતો. આ ઉપરાંત ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટને પણ રાહુલે ત્રણ દિવસમાં મુલાકાત આપી નથી. બંને નેતાઓ રવિવારથી તેમને મળવાની કોશિષ કરે છે. મંગળવારે તેઓ તુઘલક રોડ સ્થિત રહેઠાણ પર સવારે ૧૧ કલાકે પહોંચ્યા હતા અને આખો દિવસ રાહ જોવા છતાં રાહુલને મળી શકયા ન હતા.

પહેલી એવી વાત જાણવા મળી કે રાહુલ સાંજે સાડા ચાર વાગ્યે આ બંને નેતાઓને મળશે, પણ તે બંને સહિત કોઇ મોટા નેતાને મળયા ન હતા.ત્યાર બાદ બંને નેતાઓએ પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી. સાંજે ગેહલોત જયપુર જવા રવાના થયા હતા અને પાયલોટ બીજા દિવસે નીકળયા હતા. રાજસ્થાનમાં સમીક્ષા બેઠક- જયપુરમાં આજે પ્રદેશ કોંગ્રેસ મુખ્યાલયમાં કારોબારીની બેઠક બોલાવવામાં આવી છે. કોંગ્રેસના પ્રદેશ સચિવ સુશીલ આસોપાએ ફેસબૂક પર લખ્યું છે કે રાજયમાં કોંગ્રેસની હારનું એક કારણ પાયલોટનું મુખ્યમંત્રી ન બનવું છે. જો એ મુખ્યમંત્રી હોત તો પરિણામ કંઇક જુદુ જ હોત, તો વળી હનુમાનગઢ કોંગ્રેસ જિલ્લાધ્યક્ષ કે.સી. બિશ્નોઇનું કહેવું છે કે ગેહલોતે હારની જવાબદારી લેવી જોઇએ.

ગેહલોત કહે છે- રાહુલને ઉણપોને ગણાવવાનો અધિકાર

મંગળવારે ગેહલોતે કહયૂં કે રાષ્ટીય અધ્યક્ષને ખામીઓ, ઉણપ ગણાવવાનો અધિકાર છે.તે મુખ્યમંત્રી, પ્રદેશાધ્યક્ષ અથવા પક્ષના કોઇ પણ અધિકારીને ખામીઓ જણાવી શકે છે.કોંગ્રેસ એક લોકશાહી પક્ષ છે.જેમાં ગમે તેને ખામીઓ ગણાવવાનો હકક છે.આપણે એ ખામીઓમાંથી જ શીખવાનું છે.કોંગ્રેસની હાર માટે રાજય સરકાર અને સંગઠન એક બીજા પર દોષનો ટોપલો ઢોળે છે. એવું કહેવાય છે કે આ સમીક્ષા બેઠકમાં ગેહલોત અને પાયલોટ જુથ વચ્ચે હંગામો થઇ શકે છે. હારથી રાહુલ ગાંધી બહુ નારાજ  છે.

priyanka gandhi exit poll

કહેવાતા રાજીનામા બાદ ગુમ છે કૃષિ મંત્રી કટારીયા

કૃષિ મંત્રી લાલચંદ કટારીયા કયાંક ગુમ થઇ ગયા છે. તેની જાણકારી કોઇની પાસે નથી.કટારીયાના કૃષિ ભવન સ્થિ કાર્યાલય અને સચિવાલયની શેરીઓમાં પણ દરેક લોકો પૂછે છે મંત્રી કયાં ગયા છે ? કટારીયાના અંગત સ્ટાફ અને વિભાગના અધિકારીઓને પણ તેમના વિશે કોઇ ખબર નથી અને તેઓ એક બીજાને એ અંગે પૃચ્છા કરી રહયા છે. આશ્ચર્યની વાત તો એ છે કે કટારીયા અંગે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયને કોઇ ખબર નથી તો બીજી તરફ મુખ્યમંત્રી કાર્યાલયને પણ કોઇ જાણ નથી. ૭ર કલાકથી કટારીયાનો ફોન બંધ આવે છે.   

હારથી કોંગ્રેસમાં હાહાકાર

રાહુલ ગાંધીએ રપમેના રોજ યોજાયેલી કોંગ્રેસ વર્કીગ કમીટીની બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પક્ષના ધોવાણથી નારાજગી બતાવી હતી. આ બેઠકમાં કોંગ્રેસ વર્કીગ કમીટીની આ બેઠકમાં રાહુલ ગાંધીએ ગેહલોત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમ સહિત કેટલાક મોટા નેતાઓએ પોતાના પુત્રો અને સગાઓને ટિકિટ આપવાની જીદ કરી હતી અને બાદમાં ચૂંટણીમાં તેમને જ  જીતાડવામાં લાગી ગયા હતા અને બીજા કોઇ સ્થળે કંઇ કરી શકાયું ન હતું.આ બેઠકમાં હારની નૈતિક જવાબદારી સ્વીકારી અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું હતું. જો કે સીડબલ્યુસીએ સર્વાનુમતે રાજીનામું સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો અને પક્ષમાં પાયાથી જ પરિવર્તન કરવા માટે અધિકૃત કર્યા હતા.

READ ALSO

Related posts

બરોડા ક્રિકેટ એસોસિએશનની 83મી એજીએમમાં લેવાયા આ મહત્વપૂર્ણ નિર્ણય

Nilesh Jethva

સફાઈ/ ખોટી રીતે બ્રશ કરવાથી જલ્દી પડી જશે આપના દાંત, જાણો યોગ્ય રીત

Pravin Makwana

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ બાદ આ શહેરમાં રાત્રીના 10 વાગ્યા બાદ બજારો બંધ રાખવાનો લેવાય શકે છે નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!