GSTV
Home » News » રાહુલ ગાંધીએ મોદી સામે પ્રિયંકાને ઉતારવાની તૈયારી કરી લીધી હતી,પણ આ કારણે પ્લાન બદલવો પડ્યો

રાહુલ ગાંધીએ મોદી સામે પ્રિયંકાને ઉતારવાની તૈયારી કરી લીધી હતી,પણ આ કારણે પ્લાન બદલવો પડ્યો

છેલ્લા ઘણાં સમયથી ચર્ચા ચાલતી હતી કે પ્રિયંકા ગાંધી વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.જો કે ગઇ કાલે આ તમામ પ્રકારની અટકળો પર પુર્ણવિરામ ત્યારે લાગી ગયું, જ્યારે  કોંગ્રેસ પાર્ટીએ વારાણસી સીટ પરથી અજય રાયને ઉમેદવાર જાહેર કર્યા.સૌથી મોટો સવાલ એ છે કે આવા પ્રકારની તમામ અટકળો આપોઆપ સામે આવતી હતી કે કોઇ ચોક્કસ રણનિતીનાં આધારે આવા પ્રકારની ચર્ચાઓ ચલાવવામાં આવતી હતી. જો કે આ વાતનો જવાબ છે કે હા,ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટીએ એક રણનિતીનાં આધારે મોદી સામે પ્રિયંકા ગાંધીનું નામ ચલાવવામાં આવતું હતું. તેનાં માટે અંદાજીત બે સપ્તાહ સુધી સરવે કરવામાં આવ્યો.

પ્રિયંકા ગાંધીનું વધતું જતું કદ,યુવાનો સિવાય અન્ય વર્ગનાં લોકોની વિચારસરણી અને વારાણસીનાં જાતિગત સમીકરણો, આ તમામ બાબતો સરવેમાં સામેલ કરવામાં આવી હતી.

વારાણસી બેઠક પર હાથ ધરાયો સરવે

વારાણસી લોકસભા સીટમાં સમાવિષ્ટ દરેક વિધાનસભા વિસ્તારનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો. ફાઇનલ સરવેમાં સામે આવ્યું કે,પ્રિયંકા ગાંધી માત્ર પોતાની પાર્ટીનાં દમ પર જો અહિંથી ચૂંટણી લડે તો તો મોદીને બરાબરની ટક્કર આપી શકે છે.

કોંગ્રેસ પાર્ટીનાં વિશ્વસનીય સૂત્રોનું કહેવું છે કે,પ્રિયંકા ગાંધીએ જ્યારે એમ બોલ્યા કે,કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી જો કહેશે તો તે વારાણસી થી ચૂંટણી લડશે. આ વાત માત્ર હવામાં નહોતી,જ્યારે આ ચર્ચાએ જન્મ લીધો ત્યારે  કોંગ્રેસ પાર્ટીએ પોતાનો સરવે ચાલુ કરાવી ચુકી હતી. બનારસ લોકસભા બેઠકની તમામ વિધાનસભા બેઠકોનું ગણિત આંકવામાં આવ્યું. વર્તમાન સમયમાં બનારસ લોકસભા ક્ષેત્રમાં આવતી પાંચેય વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસ પાસે એક પણ બેઠક નથી.

સોનિયા-રાહુલ અને પ્રિયંકા સતત પ્રચાર કરે તો પણ ન ફાવે

કોંગ્રેસ નેતાએ જણાંવ્યા પ્રમાણે,સરવેમાં એ વાત પણ બહાર આવી કે,રાહુલ ગાંધી જો સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે અહિં કેટલાય દિવસો સુધી ચૂંટણી પ્રચાર કરે,રોડ-શો અને મતદારોનો નિયમીત સંપર્ક કરે તો પણ તે સાડા ત્રણ લાખ કરતા વધારે મતોથી આગળ વધી શકે નહિં.

2014માં કોને કેટલા મત મળ્યા?

આ સરવે લોકસભા ચૂંટણી 2014નાં આધારે કરવામાં આવ્યો હતો. ત્યારે નરેન્દ્ર મોદીને 5,81,022 મતો મળ્યા હતાં. કેજરીવાલને 2,09,238 મતો મળ્યા હતાં. તેમજ કોંગ્રેસનાં ઉમેદવાર અજય રાયને 75,614 વોટ મળ્યા હતાં. ચોથા નંબરે રહેલા બસપા ઉમેદવારને 60,579 મતો મળ્યા હતાં. આ સરવેમાં 2009ની ચૂંટણીને ધ્યાને લેવામાં આવી હતી.ભાજપનાં મુરલી મનોહર જોષી 2,03,122 મતો મેળવીને જીત્યા હતાં.

સરવેમાં એ પણ જાણવા મળ્યું કે આ વખતે નરેન્દ્ર મોદી પીએમ છે.જેથી તેમનો વોટબેન્ક શેર ગત ચૂંટણી કરતા આ વખતે વધવાની શક્યતા છે. બનારસ લોકસભા ક્ષેત્રની તમામ વિધાનસભા બેઠકો રોહાનિયા,વારાણસી ઉત્તર,વારાણસી દક્ષિણ,વારાણસી કૈંટ અને સેવાપુરીમાંથી સરવેમાં આવેલી વિગતો પ્રમાણે રાહુલ ગાંધીએ પાછા પગલા ભરવા પડ્યા.

READ ALSO

Related posts

યુપીમાં 73નો આંકડો પાર નહીં કરે BJP, ગુરૂવારે પાર્ટીના ઉમેદવારો તો ઠીક પણ પદાઘિકારીઓનું પણ ભાવિ થશે નક્કી

Arohi

ઉપરાષ્ટ્રપતિ વેંકયા નાયડુ બાદ નીતીન ગડકરીએ પણ એકિઝટ પોલ સામે ઉઠાવ્યા સવાલ

Dharika Jansari

સ્ટ્રોંગરૂમને લઈને ઉમેદવારોનાં સવાલો આ રીતે ચૂંટણીપંચે ઉકેલ્યા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!