GSTV

રસીકરણ/ આખરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વેક્સીન મુકાવી, આ રીતે થયો મોટો ખુલાસો

Last Updated on July 31, 2021 by Harshad Patel

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વેક્સીન મુકાવી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમણે ત્રણ દિવસ પહેલા વેક્સીનનો ડોઝ લીધો હતો. એ પછી તેઓ ગુરુવારે અને શુક્રવારે સંસદમાં આવ્યા નહોતા. જોકે રાહુલ ગાંધીએ કઈ વેક્સીન મુકાવી છે તે અંગે સ્પષ્ટતા થઈ નથી. આ પહેલાં ભાજપ રાહુલ ગાંધી દ્વારા વેક્સીન લેવામાં થઈ રહેલા વિલંબ પર સવાલ ઉઠાવી ચુકી છે.

સોનિયા ગાંધીએ વેક્સીનના બંને ડોઝ લીધા છે

રાહુલ ગાંધી અને તેમના પરિવારના બીજા સભ્યો વેક્સીન લેવા માટે ખચકાઈ રહ્યાં છે તેવો આરોપ ભાજપે લગાવ્યો હતો. જેના પછી ગયા મહિને કોંગ્રેસે કહ્યું હતું કે, સોનિયા ગાંધીએ વેક્સીનના બંને ડોઝ લીધા છે અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ વેક્સીનનો પહેલો ડોઝ લઈ લીધો છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે, ડોકટરોની સલાહ પ્રમાણે કોરોનાથી સાજા થયા બાદ રાહુલ ગાંધી વેકસીન મુકાવશે.

રોજ 80 લાખથી વધારે લોકોને રસી મુકવા પર ધ્યાન આપવું જોઈએ

તેમણે કહ્યું હતું કે, મોદી સરકારે 31 ડિસેમ્બર સુધી 100 કરોડ ભારતીયોને રસી મુકવાનો ટાર્ગેટ પૂરો કરવા માટે રોજ 80 લાખથી વધારે લોકોને રસી મુકવા પર ધ્યાન આપવું જોઈએ. આ જ રાજધર્મ છે. સરકારે તમામ ભારતીયોને વેક્સીન કેવી રીતે મુકાશે અને તેમને ભવિષ્યમાં કોવિડથી કેવી રીતે બચાવાશે તેના પર પોતાની નીતિ સ્પષ્ટ કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, ભારતમાં 46 કરોડ કરતાં વધારે લોકોને વેક્સીનનો ઓછામાં ઓછો એક ડોઝ મળી ચુકયો છે

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!