માહિતી પ્રમાણે આ મહિને અધ્યક્ષપદની ચૂંટણી કરાવી રાહુલ ગાંધીના નામનું એલાન કરી દેવામાં આવશે.
તાજેતરમાં દિલ્હીમાં આયોજીત પ્રદેશ કોંગ્રેસ કમીટીઓના પાર્ટી રીર્ટર્નીંગ ઓફિસરોની મીટીંગમાં આ વાત સામે આવી હતી.
કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ મીટીંગમાં જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રીય અધ્યક્ષપદની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાની તારીખ ૧૦ ઓકટોબરની આસપાસ આવી શકે છે. આ પદ માટે એકથી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી તો અધ્યક્ષપદ માટે ચૂંટણી થશે. એમ.રામચંદ્રનના અધ્યક્ષપદ હેઠળ કેન્દ્રીય ચૂંટણી સમિતિ આ ચૂંટણીનું આયોજન કરી રહી છે.
ઉમેદવારીપત્ર ભરવાથી લઇને પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા ૩૧ ઓકટોબર સુધીમાં પુરી કરી લેવામાં આવશે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પરવાનગી બાદ ઉમેદવારીની પ્રક્રિયા શરૂ થશે.
કોંગ્રેસમાં હાલ સંગઠનની ચૂંટણી ચાલુ છે જે હેઠળ તાલુકાસ્તરથી લઇને રાષ્ટ્રીય સ્તર સુધી અધ્યક્ષની પસંદગી થવાની છે. કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ પીઆરઓઝેડની મીટીંગમાં ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરી હતી.