GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

રાહુલ ગાંધી હજાર જન્મ લે તો પણ સાવરકર બની શકે નહીં : ભાજપ

દિલ્હીના રામલીલા મેદાનમાં ભારત બચાવો રેલીમાં શનિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ખૂબ જ આક્રમક જોવા મળ્યા. રાહુલ ગાંધી ‘રેપ ઈન ઈન્ડિયા’ પછી હવે વીર સાવરકર મુદ્દે નિવેદન કરીને વિવાદોમાં સપડાયા છે. ભાજપના નેતા સંબિત પાત્રાએ કહ્યું રાહુલ હજાર જનમ લઈ લે તો પણ તે સાવરકર બની શકે તેમ નથી તો ભાજપના પ્રવક્તા જીએલ નરસિંહા રાવે રાહુલને ઝિણા અટક અપનાવવાની સલાહ આપી.

બીજીબાજુ કેન્દ્રીય મંત્રી ગીરીરાજ સિંહે રાહુલની ‘ગાંધી’ અટકને જ ઉધારની ગણાવી દીધી હતી. મોદી સરકારની ઝાટકણી કાઢતાં ‘રેપ ઈન ઈન્ડિયા’ નિવેદન મુદ્દે માફી માગવાનો ઈનકાર કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું રાહુલ સાવરકર નથી, રાહુલ ગાંધી છું. આ નિવેદનને પગલે નવો વિવાદ સર્જાયો હતો. ભાજપ નેતા સંબિત પાત્રાએ જણાવ્યું કે રાહુલ ગાંધી 1,000 જનમ લે તો પણ વીર સાવરકરની બરાબરી કરી શકે નહીં. જે લોકો પાકિસ્તાનની ભાષાનો ઉપયોગ કરે છે તે ‘વીર’ ન હોઈ શકે. સાવરકર ‘વીર’ હતા, દેશભક્ત હતા અને બલિદાની હતા. રાહુલ ગાંધી કલમ 370, એર સ્ટ્રાઈક, સર્જિકલ સ્ટ્રાઈક અને નાગરિકતા કાયદા પર પાકિસ્તાનની જ ભાષા બોલે છે. તે ‘વીર’ હોઈ શકે નહીં.

બીજીબાજુ હંમેશા વિવાદાસ્પદ નિવેદનોથી ચર્ચામાં રહેનારા ભાજપના કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે શનિવારે ગાંધી પરિવારને નિશાન બનાવ્યો. તેમણે કહ્યું ‘ઉધારની અટક લઈને કોઈ ગાંધી નથી બની શકતું. કોઈ દેશભક્ત નથી બનતું. દેશભક્ત બનવા માટે શરીરમાં શુદ્ધ હિન્દુસ્તાની લોહી જોઈએ.વેશ બદલીને તો અનેક લોકોએ હિન્દુસ્તાનને લુંટયું છે. હવે તે નહીં થવા દઈએ.’ બેગુસરાયથી સાંસદ ગિરિરાજ સિંહે કહ્યું કે વીર સાવરકર તો સાચા દેશભક્ત હતા. ગિરિરાજે તેમના ટ્વીટર હેન્ડલ પર ગાંધી પરિવારનો એક ફોટો પણ પોસ્ટ કર્યો, જેમાં રાહુલ, સોનિયા અને પ્રિયંકા ગાંધી છે. તેમણે લખ્યું છે, આ ત્રણે કોણ છે? શું આ ત્રણે દેશના સામાન્ય નાગરિક છે.

ભાજપના પ્રવક્તા જીએલ નરસિંહ રાવે પણ રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું, તમારા (રાહુલ) માટે વધુ યોગ્ય અટક તો ‘ઝિણા’ છે. તમારી મુસ્લિમ તુષ્ટીકરણનું રાજકારણ અને માનસિક્તા તમને સાવરકર નહીં, પરંતુ મોહમ્મદ અલી ઝિણાના યોગ્ય વારસદાર બનાવે છે. તેમણે આ ટ્વીટ કોંગ્રેસને પણ ટેગ કરી હતી.

‘મેરા નામ રાહુલ સાવરકર નહીં’ એવા વિધાનનો અર્થ શું?

આઝાદીના ઈતિહાસમાં વિનાયક દામોદર સાવરકર એક એવુ પાત્ર છે, જેના ચાહકો અને ધિક્કારનારા બન્ને સામસામા છેડે ઉભા રહે છે. પરિણામે ઘણી વખત સાવરકર સાથે સંકળાયેલું સત્ય લોકો સુધી પહોંચતુ નથી. એ હકીકત કોઈ નકારી શકે એમ નથી કે આઠ દાયકાથી વધુ જીવનારા સાવરકરે આઝાદી માટે રાષ્ટ્રીય ચેતના જગાવવાનું કામ કર્યું હતુ. વિલાયત ગયેલા સાવરકરે લંડનમાં રહીને બ્રિટિશરો સામે ક્રાંતિકારી ભાષણો કર્યા હતા. એ ન ગમ્યું એટલે બ્રિટિશરોએ ભારત આવ્યા પછી સાવરકરને આંદામાનમાં આવેલી કાળા પાણીની જેલની સજા ફટકારી દીધી. ક્રાંતિકારીઓ માટે હીરો, સાવરકર બ્રિટિશરો માટે ‘રાષ્ટ્રદ્રોહી’ હતા.

સાવરકરને મુક્ત કરવાનું અંગ્રેજો પર દબાણ હતુ જ. એટલે છેવટે અંગ્રેજોએ 1924માં વચલો રસ્તો કાઢ્યો. અંગ્રેજ સરકારે સાવરકરને કહ્યું કે તમે માફી પત્ર લખી આપો તો અમે છોડી દઈશું. જેલમાં રહીને કંઈ ન થઈ શકે અને ખાસ તો પોતાના અનુયાયીઓ હતોત્સાહ ન થાય એટલા માટે સાવરકરે અંગ્રેજોની ઓફર સ્વીકારી કાગળ લખી આપ્યો.

એ પછી 1924માં તેમને મુક્ત કરી દેવાયા. સાવરકરનું આ પગલું કોંગ્રેસ માટે વર્ષોથી મુદ્દો બન્યું છે. સાવરકરે માફી માંગી એ વાતનો નિયમિત રીતે રાજકીય લાભ લેવા કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષો પ્રયાસ કરતા રહે છે. મેં રાહુલ સાવરકર નહીં હું, એ વિધાન દ્વારા રાહુલનો કહેવાનો અર્થ એવો થાય કે હું સાવરકરની જેમ શરણાગતી સ્વીકારવાનો નથી.

READ ALSO

Related posts

પાકિસ્તાનનું સતત સીઝફાયર ઉલ્લંઘન: લાઈન ઓફ કંટ્રોલ પાસે ભારે તોપમારો, પુલવામામાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો

pratik shah

રામ મંદિર બનતાં પહેલાં વરસ્યો સોના-ચાંદી અને કરોડો રૂપિયાનો વરસાદ, આટલા થયા ભેગા

Karan

LIVE: અયોધ્યામાં રામજન્મભૂમિ પહોંચ્યા PM મોદી, યોગી આદિત્યનાથ પણ છે હાજર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!