GSTV
Home » News » રાહુલ ગાંધીએ 1 મહિના પહેલા કરેલી રેલી વિવાદોમાં આવી, મુદ્દો છે હેલિકોપ્ટર

રાહુલ ગાંધીએ 1 મહિના પહેલા કરેલી રેલી વિવાદોમાં આવી, મુદ્દો છે હેલિકોપ્ટર

rahul gandhi

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની 14 એપ્રિલે પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં થનારી ચૂંટણી રેલી વિવાદોમાં આવી છે. સિલીગુડી પોલીસે રાહુલ ગાંધીના હેલીકોપ્ટરના લેન્ડિંગની મંજૂરી આપી નથી. સુરક્ષાના કારણોનો હવાલો આપીને પોલીસે રાહુલ ગાંધીના હેલિકોપ્ટરના લેન્ડિંગ કરવાનો ઈન્કાર કર્યો છે. પરંતુ કોંગ્રેસના નેતા તેને રાજકીય કિન્નાખોરી ગણાવી રહ્યા છે.

mamata banerjee

કેમકે તાજેતરમાં જ રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના નિવેદન પર આપત્તિ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે મમતા બેનર્જી કેન્દ્રમાં પ્રધાનપદ મેળવવા ક્યારેક ભાજપ સાથે સમજૂતી કરી હતી. અને હવે મમતા બેનર્જી પૂછી રહ્યા છે કે અમે ભાજપ વિરુદ્ધ ખરેખર નથી લડી રહ્યા. થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ બંગાળના રાયગંજમાં અને કૂચબિહારમાં રેલી કરી હતી.

READ ALSO

Related posts

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

ઈમરાનના મંત્રીની ફરી ડંફાસ, ટેન્ક નહીં પરંતુ પરમાણુ યુદ્ધ થશે

Kaushik Bavishi

બાપ રે આવી ઐયાશી, એક રાતમાં સીએમના ભાણેજે 8 કરોડ ઉડાવી દીધા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!