કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની સુરત કોર્ટમાં પેશી થઈ છે. કોર્ટમાં રાહુલ ગાંધીને તેનું નામ, સરનામુ પૂછવામાં આવ્યુ. કોર્ટમાં જજે ગુનો કબૂલ છે કે નહી તે અંગે સવાલ કરવામાં આવ્યો. ત્યારે રાહુલ ગાંધીએ પોતાનો ગુનાની કબૂલાત ન આપી. આ કેસ મામલે આગામી 10મી ડિસેમ્બરે સુનાવણી હાથ ધરાશે.
સુરત એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓ દ્વારા સ્વાગત

આ પહેલા રાહુલ ગાંધીનુ સુરત એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ, રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીની મુલાકાત લઈને કોર્ટ પરિસર પોલીસ છાવણીમાં ફેરવાયું હતુ. સુરત કોર્ટના મેઈન ગેટ પર કોંગ્રેસના બેનર લગાડવામાં આવ્યા. કોર્ટ પ્રીમાઈસીસ હોવા છતાં રાહુલ ગાંધીના બેનર લગાડવામાં આવ્યાં.
મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર માટે રવાના
કોર્ટમાં હાજરી આપ્યાં બાદ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર માટે રવાના થશે. લોકસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધીએ એક સભામાં એવી ટકોર કરી હતી કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી બધા ચોર લોકોની અટક મોદી કેમ હોય છે? તેમના આ વિધાન સામે એક અરજી સુરતની કોર્ટમાં થઈ હતી. આ વિધાન સમગ્ર મોદી સમાજનું અપમાન કરે છે એવી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે કોર્ટે રાહુલ ગાંધીને 10 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવાનું સમન્સ પાઠવ્યું હતું. જુલાઇમાં થયેલી સુનાવણી વખતે કોર્ટે રાહુલ ગાંધીને સુનાવણીમાં સદેહે હાજર થવામાંથી મુક્તિ આપી હતી. પરંતુ આજે તેમને કોર્ટમાં હાજર થવું પડશે.
Read Also
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો