GSTV

મોદી સરકાર ભારતીય સેના સાથે છે કે ચીનની સાથે? સરહદ વિવાદ પર રાહુલ ગાંધીનો પ્રહાર

રાહુલ

Last Updated on September 16, 2020 by Bansari

ચીન સાથેના સરહદ વિવાદ વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત કેન્દ્રની મોદી સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી મોદી સરકાર દ્વારા સરહદ વિવાદ મુદ્દે જાહેર કરેલા અલગ-અલગ નિવેદનોનો ઉલ્લેખ કરી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો.

રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી

રાહુલ ગાંધીએ આ ટ્વીટ થકી સવાલ કર્યો કે મોદી સરકાર ભારતીય સેના સાથે છે કે પછી ચીનની સાથે. રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે. તમે ક્રોનોલોજી સમજો. વડાપ્રધાન બોલ્યા કે કોઇ સરહદમાં નથી ઘુસ્યું.

જે બાદ ચીન સ્થિત બેંકમાંથી મોટી લોન લેવામાં આવી. પછી સંરક્ષણપ્રધાને જણાવ્યું કે ચીને દેશમાં અતિક્રમણ કર્યું અને હવે ગૃહરાજ્યપ્રધાને જણાવ્યું કે ચીને ઘુસણખોરી કરી જ નથી. મોદી સરકાર ભારતીય સેના સાથે છે કે પછી ચીન સાથે. આટલો બધો ડર કઇ વાતનો છે તેવો સવાલ પણ રાહુલે પૂછ્યો.

Read Also

Related posts

જાણવા જેવુ / એન-95 માસ્કનો કેવી રીતે કરવો ઉપયોગ? કેમ તેનો ઉપયોગ કરતા પહેલા કરવું પડે સેનિટાઇઝ ?

GSTV Web Desk

દિલ્હી રમખાણ કેસ મામલે પહેલી સજા, લૂંટ અને આગજનીના ગુનેગારને 5 વર્ષની જેલની સજા ફટકારી

Pravin Makwana

BJPમાં એડમિશન/ કોંગ્રેસની પોસ્ટર ગર્લ કોંગ્રેસને પડતી મુકી ભાજપમાં જોડાઈ ગઈ, મુલાયમના સગા પણ ભાજપમાં જોડાયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!