GSTV

ચૂંટણી સંગ્રામ/ ‘મોદીએ સૈનિકોનું અપમાન કર્યું, પ્રવાસી કામદારોને કોઈ મદદ ન કરી’ રાહુલ ગાંધીના વડાપ્રધાન પર આકરા પ્રહાર

રાહુલ

લદ્દાખમાં ભારતીય પ્રદેશમાં ચીને ઘૂસણખોરી કરી હોવા છતાં વડાપ્રધાન મોદીએ ભારતીય પ્રદેશમાં કોઈ ઘૂસ્યું નથી તેવું નિવેદન કરીને ભારતીય જવાનોનું અપમાન કર્યું છે.મોદી આજે પ્રવાસી કામદારોને નમન કરે છે, પરંતુ લૉકડાઉન દરમિયાન તેમની સરકારે પ્રવાસી કામદારોને કોઈ મદદ કરી નથી તેમ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર હુમલો કરતાં જણાવ્યું હતું.

બિહારના ચૂંટણી જંગમાં સૌપ્રથમ રેલીને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપનું રાજ્યમાં 19 લાખ યુવાનોને રોજગારી પૂરી પાડવાનું વચન લોકોના બેન્ક ખાતામાં રૂ. 15 લાખ જમા કરાવવાના જૂમલા જેવું સાબિત થશે.

રેલીમાં રાહુલ ગાંધીએ ઉઠાવ્યા આ મુદ્દા

નવાદાના હિસુઆમાં અને ભાગલપુરના કહાલગાંવની રેલીઓમાં ચીનનો મુદ્દો ઊઠાવતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ચીનના સૈન્યે ભારતીય પ્રદેશમાં ઘૂસણખોરી કરી અને આપણી 1,200 ચો. કિ.મી. જમીન પર કબજો જમાવી દીધો છે.

રાહુલ

વડાપ્રધાને દેશવાસીઓને કહેવું જોઈએ કે તેઓ ચીનને ક્યારે ભારતીય પ્રદેશમાંથી ખદેડી મૂકશે. મોદી સરકારના નવા કૃષિ કાયદાઓની ટીકા કરતાં કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે, આ કાયદાઓ ખેડૂતો પર હુમલા સમાન છે. તેઓ મંડી સિસ્ટમ અને લઘુત્તમ ટેકાના ભાવની વ્યવસૃથા બંધ કરી દેવા માગે છે. મોદી સરકાર અંબાણી અને અદાણી માટે રસ્તો સાફ કરી રહી છે.

તેમણે આક્ષેપ કર્યો કે મોદી સરકારે લૉકડાઉન દરમિયાન બિહારના પ્રવાસી કામદારોની કોઈ મદદ કરી નહીં. બિહારના કામદારોએ પગપાળા દિલ્હી અને અન્ય રાજ્યોમાંથી બિહાર આવવું પડયું. તમે ભૂખ્યા-તરસ્યા પગપાળા આવતા હતા ત્યારે મોદી સરકારે તમારી કોઈ મદદ કરી હતી તેવો પણ રાહુલે સવાલ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાને કહેવું જોઈએ કે તેમણે કેટલા બિહારીઓને નોકરી આપી.

Read Also

Related posts

30 નવેમ્બરના રોજ થશે વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ , શું છે સૂતક કાળનો મુદ્દો?

pratik shah

સિંધુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કરવાની ઉચ્ચારી ચીમકી

Nilesh Jethva

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 1564 કેસ, 16 લોકોના મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!