GSTV
Home » News » ભલે મોદી ભારતમાંથી કૉંગ્રેસ હટાવવાની વાત કરે છે પણ અમે એને પ્રેમથી હરાવશું

ભલે મોદી ભારતમાંથી કૉંગ્રેસ હટાવવાની વાત કરે છે પણ અમે એને પ્રેમથી હરાવશું

rahul gandhi kerala rally

લોકસભા ચૂંટણી માટે નેતાઓનો પ્રચાર શરૂ જ છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ દક્ષિણ ભારતને કબજે કરવા માટે મંગળવારે કેરળના કોલમમ ખાતે ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે હું ઘણી વખત અમેઠીથી લોકસભાની ચૂંટણી લડતો હતો, પરંતુ આ વખતે હું દક્ષિણ રાજ્યને સંદેશ આપવા માટે વાયાનાડથી ચૂંટણી લડી રહ્યો છું. તેમણે કહ્યું કે બીજેપી અને આરએસએસની વિચારધારા આ દેશને જોખમમાં મૂકે એવી છે, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે દેશમાં લોકોનું જ રાજ રહે.

રાહુલ ગાંધીએ કહ્યું કે અમે આ દેશમાં દરેક વ્યક્તિનો અવાજ સાંભળવા માંગીએ છીએ, પરંતુ ભાજપ અને આરએસએસ માત્ર નાગપુરથી જ દેશને ચલાવવા માંગે છે. તેમની વિચારધારા કહે છે કે જો તમે તેમનું પાલન નહીં કરો, તો અમે તમારો નાશ કરીશું.

રાહુલ ગાંધીએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશમાંથી કોંગ્રેસની વિચારધારાને સમાપ્ત કરવા માંગે છે, પરંતુ અમે એવું જરાય થવા નહીં દઈએ. અમે ચૂંટણીમાં વડા પ્રધાન મોદીને પછાડીશું, પરંતુ તેમની સામે ખોટી ભાષાનો ઉપયોગ નહીં કરીશું. અમે તમને પ્રેમથી ખોટા સાબિત કરીને બતાવશું.

READ ALSO

Related posts

26 એપ્રિલે વારાણસી જશે પીએમ મોદી, રોડ-શો બાદ ઉમેદવારી પત્ર ભરશે

Nilesh Jethva

ગાડી સાથે દુર્ઘટના થવાથી વીમા કંપની નહી રોકી શકે તમારો ક્લેમ! જાણી લ્યો આ 5 વાતો

Path Shah

ચોથા તબક્કામાં 23 ટકા ઉમેદવારો સામે ગંભીર ગુનાની ફરિયાદો, પાર્ટીઓને શું નથી મળતા ઉમેદવારો?

Path Shah