GSTV

મોદી સરકારને ઘેરવાના ચક્કરમાં રાહુલ ગાંધી પોતે જ ઘેરાયા, ભાજપની આ મહિલા નેતાએ આપ્યો જડબાતોડ જવાબ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સેનાની મહિલા અધિકારીઓને ત્રણ મહિનાની અંદર કમિશન આપવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સોમવારે દાવો કર્યો કે નરેન્દ્ર મોદી સરકારે આ મુદ્દે કોર્ટમાં જે દલીલ આપી તે દેશની મહિલાઓનું અપમાન છે.
તેમણે ટ્વીટ કરી કહ્યું કે, સરકારે સુપ્રીમ કોર્ટમાં તે દલીલ આપીને દરેક મહિલાને અપમાનિત કરી કે મહિલા સૈન્ય અધિકારી કમાન મુખ્યાલયમાં નિયુક્ત થવા કે સ્થાયી સેવાની હકદાર નથી કારણ કે તે પુરુષી સરખામણીએ ઓછી હોય છે.

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે હું ભાજપ સરકારને ખોટી સાબિત કરવા અને ઊભા રહેવા ભારતની મહિલાઓને શુભકામના આપું છું. રાહુલ ગાંધી સરકાર પર નિશાન સાધવાના ચક્કરમાં તે ભૂલી ગયા કે આ સમગ્ર મામલો તેમની ગત મનમોહનસિંહ સરકારના સમયગાળાનો છે.

મનમોહનસિંહ સરકારે 6 જુલાઈ 2010ના રોજ સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના તે નિર્ણયને પડકાર્યો હતો જેમાં દિલ્હી હાઈકોર્ટે સેનામાં મહિલા ઓફિસરોને સ્થાયી કમીશન આપવાનો નિર્ણય સંભળાવ્યો હતો.

ભારતીય જનતા પાર્ટીએ પણ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે, તેવી જ રીતે કોંગ્રેસને મહિલા વિરોધી ગણાવ્યા છે. જ્યારે ભાજપ મહિલા મોરચા રાષ્ટ્રીય મીડિયાની રાષ્ટ્રીય પ્રભારી પ્રીતિ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે રાહુલ ગાંધી, કઇ સરકારે ભારતીય મહિલાઓનું અપમાન કર્યું છે? શું તમે જાણો છો કે, 2010 માં કોંગ્રેસ સરકારે મહિલા અધિકારીઓને લાભ આપવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

હું ભારતની મહિલાઓને અવાજ ઉઠાવવા અને કોંગ્રેસ સરકારને ખોટી સાબિત કરવા બદલ અભિનંદન આપું છું.

READ ALSO

Related posts

પીએમ મોદીએ ભલે લાઈટો બંધ કરવાનું કહ્યું પણ તમે ના કરતા આ ભૂલો, નહીં તો થશે મોટુ નુક્સાન

Bansari

વિશ્વમાં 2008થી પણ અર્થતંત્રમાં ભયંકર મંદી , IMFએ આપી આ ગંભીર ચેતવણી

Karan

થૂક લગાવીને વેચી રહ્યો હતો ફળ, Video વાયરલ થતાં જ થઇ ગયાં આવા હાલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!