ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. તમામ પક્ષો પોતપોતાની રાજકીય ચાલથી એકબીજાને પછાડવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે. ત્યારે જૂનાગઢ શહેરમાં કેફી પીણું પીવાથી બે લોકોના મોત થયા છે. માહિતી અનુસાર જૂનાગઢમાં બે રિક્ષા ચાલકોએ કેફી પીણું પીધા બાદ તેઓની તબિયત લથડી પડી હતી અને સારવાર દરમિયાન બંન્નેનું મોત થયુ નિપજ્યું હતું.

ભાજપનું ‘ગુજરાત મોડલ’, ગાંધી-સરદારની ભૂમિને નશામાં લિપ્ત કરી :રાહુલ ગાંધી
આ મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર પ્રહાર કરતાં ગાંધીએ ટ્વિટમાં જણાવ્યું હતું કે ‘ડ્રાઇ સ્ટેટ’ ગુજરાતમાં ગઇકાલે ઝેરી દારૂથી લોકોનું મોત થયું છે. એક તરફ ગુજરાતમાં દેખાવા પુરતી દારૂબંધી, બીજી તરફ ઝેરી દારૂ અને ડ્રગ્સના કારણે લોકો મરી રહ્યા છે. રોજગારના સ્થાને સરકાર ઝેર આપી રહી છે. આ છે ભાજપનું ‘ગુજરાત મોડલ’. ગાંધી-સરદારની ભૂમિને નશામાં લિપ્ત કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે જૂનાગઢ શહેરમા રફીક ઘોઘારી અને જૉન નામના બંને રિક્ષાચાલકોએ જેવું કેફી પીણું પીધા બાદ બંને તરફડીયા મારવા લાગ્યા હતા. બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ ત્યા તેઓનું મોત થયું હતું. સ્થાનિક કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ જોષી સહિત મોટી સંખ્યામાં લોકો સિવિલ હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા. જો કે જૂનાગઢ પોલીસે લઠ્ઠાકાંડ હોવાની બાબતને નકારી કાઢી હતી.
'ड्राई स्टेट' गुजरात में कल फिर ज़हरीली शराब से लोगों की मृत्यु हुई!
— Rahul Gandhi (@RahulGandhi) November 29, 2022
एक तरफ़ दिखावे की शराबबंदी, दूसरी ओर ज़हरीली शराब और ड्रग्स से लोग मर रहे हैं – रोज़गार की जगह ज़हर दे रही है सरकार।
ये है भाजपा का 'गुजरात मॉडल'! गांधी-सरदार की भूमि को नशे में लिप्त कर दिया है।#RejectBJP
એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયન જૂનાગઢ દોડી આવ્યા
સમગ્ર ઘટનાની જાણ થતાં જ એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયન જૂનાગઢ દોડી આવ્યા હતા. અને તેમણે મીડિયા સમક્ષ દાવો કર્યો કે બંને રિક્ષાચાલકના મોત મિથેનોલ નહીં પરંતુ ઈથેનોલના કારણે મોત થયું છે જેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે અને આની પાછળ લઠ્ઠાકાંડ કારણભૂત નથી. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે કે બંને મૃતક રિક્ષાચાલક છેલ્લા ત્રણ-ચાર દિવસમાં કોના સંપર્કમા હતા. તેમજ સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેઈલ્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. અને આ અંગે પોલીસ એ પણ તપાસ કરશે કે સુસાઇડ છે કે હત્યા થઈ છે.
READ ALSO
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ
- જાદૂગરનું મેજિક જોઇને ચોંકી ગઇ મહિલા, વીડિયો જોઇને લોકો બોલ્યા આમ કેમ થઇ ગયું
- પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું
- ભાણા સાથે લગ્ન કરવાની જીદ પર અડી 60 વર્ષની મામી, લગ્ન તોડાવીને ઉઠાવ્યું આ પગલું
- પાકિસ્તાનના વડા પ્રધાન માટે “આગે કૂવા પીછે ખાઈ“ જેવો ધાટ