Last Updated on February 27, 2021 by Pritesh Mehta
કોંગ્રેસ પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધીના નિશાને ફરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) આવ્યું છે. દેશના 5 રાજ્યોમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે જેને લઈને ભાજપ કોંગ્રેસ બંને મુખ્ય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધા છે ત્યારે આવી રહેલ ચૂંટણીને લઈને રાહુલ ગાંધીએ તામિલનાડુમાં સભા સંબોધી હતી. જેમાં ભાજપ અને આરએસએસ પર ફરીવાર કોંગ્રેસ પૂર્વાધ્યક્ષે વાક્બાણ ચલાવ્યા હતા.

રાહુલ ગાંધીએ તામિલનાડુમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ પર દેશમાં બંધારણીય સંતુલન બગાડવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલે તામિલનાડુના તૂથુકૂડીમાં એક કાર્યક્રમમાં કહ્યું કે,‘ગત 6 વર્ષ દરમિયાન સમગ્ર દેશમાં સ્વતંત્ર પ્રેસ અને બંધારણીય સંસ્થાઓ પર હુમલા થયા છે. લોકતંત્રનો એક ઝાટકે નહીં પરંતુ ધીમે-ધીમે અંત આવે છે. ગત 6 વર્ષોમાં આમ જ થતું આવ્યું છે. RSS ભારતના બંધારણીય સંતુલનને બગાડી રહી છે. હવે સંસદ અને ન્યાયપાલિકા પર પણ કોઈને ભરોસો રહ્યો નથી.’

રાહુલે મહિલા આરક્ષણની તરફેણ કરતા કહ્યું કે,‘હું ન્યાયપાલિકા અને સંસદ, બંનેમાં જ મહિલા આરક્ષણનો સમર્થક છું, દરેક ક્ષેત્રમાં ભારતીય પુરુષોએ મહિલાઓને એ જ દ્રષ્ટિએ જોવી જોઈએ જે રીતે તેઓ પોતાને જોતા હોય છે.’ શુક્રવારે જ ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. તામિલનાડુમાં 234 વિધાનસભા બેઠકો માટે 6 એપ્રિલે મતદાન અને 2 મેનાં રોજ પરિણામ જાહેર થશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- વિશ્વમાં સૌથી ઝડપી રસીકરણ ભારતમાં/ કોરોના વેક્સિનના 13 કરોડ ડોઝ આપવામાં ફક્ત આટલા દિવસનો સમય, સ્વાસ્થ્યમંત્રીએ આપી જાણકારી
- ખાસ વાંચો/ જો ફ્રીમાં ન મળી કોરોનાની રસી, તો જાણો પ્રાઇવેટમાં કેટલી હશે 1 ડોઝની કિંમત
- ચિંતાજનક / કોરોના વાઇરસના‘સ્વદેશી વેરિઅન્ટ’એ વધારી ચિંતા, આ રાજ્યમાં સૌથી વધુ અસર
- BREAKING: કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ કોરોના પોઝિટીવ, હોમ આઈસોલેશનમાં ગયા
- આ 5 વસ્તુઓ ઘરમાં રાખવાથી ક્યારેય પૈસા ની કમી થતી નથી
