કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂતોનું પ્રદર્શન દિલ્હી પહોંચી ગયુ છે. આ અગાઉ હરિયાણામાં ખેડૂતોને રોકવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. કેટલાય ખેડૂતો પર ફરિયાદ દાખલ કરવામા આવી છે. ત્યારે આ બાબતને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારની આકરી નિંદા કરી છે. તેમણે કહ્યું હતું કે, અમાર માટે જય કિસાન હતા, અને રહેશે.
अन्याय के ख़िलाफ़ आवाज़ उठाना अपराध नहीं, कर्तव्य है।
— Rahul Gandhi (@RahulGandhi) November 28, 2020
मोदी सरकार पुलिस की फ़र्ज़ी FIR से किसानों के मज़बूत इरादे नहीं बदल सकती।
कृषि विरोधी काले क़ानूनों के ख़त्म होने तक ये लड़ाई जारी रहेगी।
हमारे लिए ‘जय किसान’ था, है और रहेगा! pic.twitter.com/EZWxMpIoJc
રાહુલ ગાંધીએ આ અંગે જણાવ્યુ હતું કે, ન્યાયની વિરુદ્ધમાં અવાજ ઉઠાવવો એ ગુનો નથી. કર્તવ્ય છે. મોદી સરકારની પોલીસ ખોટી ખોટી ફરિયાદો કરીને ખેડૂતોને મનોબળને નબળા પાડવાનો પ્રયત્ન કરી રહી છે. કૃષિ બિલના કાયદાને ખતમ કરવાની આ લડાઈ ચાલુ જ રહેશે. અમારા માટે જય કિસાન હતું, છે અને રહેશે.
આપને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાની વિરુદ્ધમાં આંદોલિત ખેડૂતોનું ધરણા પ્રદર્શન ચાલુ છે. ખેડૂતોએ ગત રાત સિંધુ બોર્ડર પર વિતાવી હતી. ખેડૂતો ત્યાં જ ધરણા અને પ્રદર્શન કરી રહ્યા છે. હાલમાં તેમણે નિર્ણય કર્યો છે કે, તેઓ સિંધુ બોર્ડર પરથી નહીં હટે. તો વળી દિલ્હી પોલીસે પણ મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે. દિલ્હી પોલીસે જણાવ્યુ છે કે, સિંધુ બોર્ડર હજૂ પણ બે દિવસ બંધ રહેશે. તેથી વૈકલ્પિક રસ્તો પસંદ કરવો.
READ ALSO
- બેન્ક ખાતા બંધ કરાવવા માટે નહિ આપવો પડે ચાર્જ, અપનાવું પડશે આ ઉપાય
- હરિયાણાના મંત્રીએ દીદીને આપી સાંઢની ઉપમા, કહ્યું: મમતા સામે જય શ્રીરામ બોલવું સાંઢને લાલ કપડું બતાવવા જેવું
- આનંદો/ અમદાવાદીઓ બીઆરટીએસમાં હવે આ સુવિધા થશે ઉપલબ્ધ, નવી વ્યવસ્થા થઈ શરૂ
- જલ્દી કરો/ આ બેંક આપી રહી છે સૌથી સસ્તી હોમ લોન, કોરોના સંકટના સમયમાં પણ કરી શકો છો પોતાના ઘરનું સપનું પૂરું
- રોકાણકારોને ચૂનો લગાડનાર કંપની સામે ઇડીનું એક્શન, દાખલ કરી મની લોન્ડરિંગની ચાર્જશીટ