GSTV

ચીન સામે ઊભા રહેવાનું ભૂલી જાવ, મોદીમાં એટલી હિમ્મત નથી કે, ચીનનું નામ પણ લઈ શકે !

લદ્દાખમાં LAC પર ચીન સાથે ચાલી રહેલા વિવાદ પર કોંગ્રેસે મોદી સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધ્યુછે. તેમણે કહ્યુ હતું કે, ભૂલી જાવ કે, આપણે ચીન સામે ટકી શકીએ. વડાપ્રધાન મોદીમાં એટલી હિમ્મત પણ નથી કે, તેઓ ચીનનું નામ પણ લઈ શકે.

રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહારો

રાહુલ ગાંધીએ તેમના ટ્વીટમાં એક સમાચારને શેર કર્યા છે. જેમાં કહેવાયુ છે કે, ચીનના અતિક્રમણની વાત કબૂલાત કરતા રક્ષા મંત્રાલયની વેબસાઈટ પરથી હટાવી દેવાયા છે. હકીકતમાં રક્ષા મંત્રાલયે ગુરૂવારે પોતાની વેબસાીટ પરથી એક ડોક્યુમેન્ટ અપલોડ કર્યુ હતું, જેમાં કહેવાયુ હતું કે, લદ્દાખના અનેક વિસ્તારોમાં ચીની સેનાનું અતિક્રમણ વધ્યુ છે.

આ દસ્તાવેજોમાં રક્ષા મંત્રાલયે સ્વીકાર કર્યો હતો કે, મે મહિનામાં ચીને સતત સરહદ પારથી અતિક્રમણ કરતા જાય છે. જો કે, બાદમાં રક્ષા મંત્રાલયે પોતાના દસ્તાવેજો વેબસાઈટ પર હટાવી દીધા હતા.

વડાપ્રધાન મોદીને બચાવી રહ્યુ છે રક્ષામંત્રાલય

આ બાજૂ આ મુદ્દાને લઈ કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય માકને એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે કહ્યુ હતું કે, ચીનની સેનાએ આપણી જમીન પર અતિક્રમણ કર્યુ છે. આપણી સેના સરહદ પર લડી રહી છે. જો કે, સરકારનું નિવેદન ભ્રામક છે.ITBP પાછળ હટી રહી છે, પણ ચીની સેના પાછી હટતી નથી.

અજય માકને જણાવ્યુ હતું કે, વડાપ્રધાન મોદી કહી રહ્યા છે, આપણા વિસ્તારમાં કોઈ નથી ઘૂસ્યુ, ન તો કોઈએ આપણી જમીન પર કબ્જો કર્યો છે. પણ રક્ષા મંત્રાલયના દસ્તાવેજો કંઈક જૂદુ જ કહી રહ્યા છે. બાદમાં તેને હટાવી પણ દેવામાં આવે છે. શું રક્ષા મંત્રાલય વડાપ્રધાન મોદીને બચાવી રહ્યુ છે ?

READ ALSO

Related posts

હવે ચાલશે ‘ઓરેન્જ’ અને ‘મેંગો’ સ્પેશિયલ ટ્રેનો, નાના ખેડૂતોના ફળ-શાકભાજીને ખાસ ટ્રેનોથી આખા દેશમાં પહોંચાડશે રેલવે

Mansi Patel

બોલીવૂડ ડ્રગ્સકાંડમાં પીએમઓ રાખી રહ્યું છે સીધી નજર, સરકારના ખાસ અધિકારીને મોકલ્યા મુંબઈ

Karan

બેંકો પણ કંઈ કમ નથી/ અલગ અલગ બેંકોએ RBIને લગાવ્યો ચૂનો, 1 કરોડથી વધુ નકલી નોટો જમા કરાવી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!