GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

રાહુલ ગાંધીનો સવાલ: કાં તો લદ્દાખના લોકો ખોટુ બોલે છે અથવા તો મોદી, બે માંથી કોઈ એક ખોટુ બોલે છે !

રાહુલ ગાંધી

લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ચીનના કથિત અતિક્રમણનો આરોપ લગાવીને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, લદ્દાખના લોકો કહી રહ્યાં છે કે, ચીને અમારી જમીન હડપ કરી લીધી છે. ત્યારે વડાપ્રધાન કહે છે કે, કોઈએ આપણી જમીન લીધી નથી. ત્યારે તે વાત તો સ્પષ્ટ છે કે કોઈ પણ એક તો ખોટું બોલી રહ્યાં છે.

રાહુલ ગાંધીએ કર્યા સવાલ

રાહુલ ગાંધીએ એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં અનેક લોકો કહી રહ્યાં છે કે, ચીનના સૈનિકો આપણાં ક્ષેત્રમાં ઘુસ્યાં છે. એક શખ્સ બોલી રહ્યો છે કે, ચીનના સૈનિક ગલવાન ક્ષેત્રમાં 15 કિલોમીટર અંદર ઘુસી આવ્યાં છે. લોકોનું કહેવું છે કે, આપણી જમીન પર ચીનનો કબજો વધી રહ્યો છે. વડાપ્રધાન મોદીની લેહ મુલાકાત દરમિયાન જ રાહુલ ગાંધીએ આ વીડિયો શેર કરીને સવાલો ઉઠાવ્યાં છે. તેઓએ પૂછ્યું કે અંતે ખોટું કોણ બોલી રહ્યું છે?

લેહમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

લેહમાં જવાનોની વચ્ચે પીએમ મોદી હાલમાં સંબોધન કરી જવાનોનો જુસ્સો વધારી રહ્યાં છે. જવાનોનું શોર્ય અને સમર્પણ અતુલનીય છે. જવાનોની વચ્ચે પીએમ મોદી હાલમાં સંબોધન કરી જવાનોનો જુસ્સો વધારી રહ્યાં છે. કઠીન ઉંચાઈ પર દેશના આ જવાનો મા ભોમની ઢાલ બની રહ્યાં છે. જવાનોની ઇચ્છા શકિત અટલ છે. હાલમાં તમે અને તમારી સાથીઓ એ જે વિરતા બતાવી છે. જેને પગલે પૂરી દુનિયામાં સંદેશો ગયો છે. તમે છો તો હું નહીં પૂરા દેશને ચિંતા નથી. લેહમાં ભારત માતાકી જય સાથે પીએમ મોદીએ સંબોધનની શરૂઆત કરી છે. લેહમાં જવાનોનું શોર્ય અને સમર્પણ અતુલનીય છે.

લેહમાં જવાનોનું શોર્ય અને સમર્પણ અતુલનીય

કઠીન ઉંચાઈ પર દેશના આ જવાનો મા ભોમની ઢાલ બની રહ્યાં છે. જવાનોની ઇચ્છા શકિત અટલ છે. હાલમાં તમે અને તમારી સાથીઓ એ જે વિરતા બતાવી છે. જેને પગલે પૂરી દુનિયામાં સંદેશો ગયો છે. તમે છો તો હું નહીં પૂરા દેશને ચિંતા નથી.

તમારું સાહસ આ ઉંચાઈથી પણ વધુ છે. તમારો નિશ્ચય ખૂબ સખ્ત

તમારા હાથ હિમાલયની ચટ્ટાનો જેવા વિશાળ છે. તમારી ઈચ્છા શક્તિ આસપાસના પર્વતોથી પણ અટલ છે. આજે તમારા વચ્ચે આવીને હું એવું ફિલ કરી રહ્યો છું. સાક્ષાત તમને જોઈ રહ્યો છું. જ્યારે દેશની રક્ષા તમારા હાથમાં છે. તમારા મજબૂત ઈરાદામાં છે તો એક અતૂટ વિશ્વાસ છે. ફક્ત મને જ નહીં સંપૂર્ણ દેશને અતૂટ વિશ્વાસ છે અને દેશ નિશ્ચિંત પણ છે. તમે જ્યારે સરહદ પર છો ત્યારે દેશવાસીઓને દેશ માટે દિનરાત કામ કરવા માટે પ્રેરિત કરે છે.

વડાપ્રધાન મોદી આજે અચાનક લેહ પહોંચતા જ ચીનને પેટમાં ચૂંક ઉપડી

વડાપ્રધાન મોદી આજે અચાનક લેહ પહોંચતા જ ચીનને પેટમાં ચૂંક ઉપડી છે. પીએમ મોદીની આ મુલાકાતથી ચીનને કડક સંદેશો પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે જ ચીનના વિદેશ મંત્રાલયે આ મુલાકાતને લઈને નિવેદન આપ્યું છે. ચીને કહ્યું કોઈ પણ પક્ષ એવું કોઈ પગલું ન ભરે જેનાથી વાતાવરણ વધુ તણાવજનક બને. એક બ્રીફિંગ કરતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિઝિયાને કહ્યું કે ભારત અને ચીન સતત સૈન્ય અને ડિપ્લમેટિક વાતચીતથી બોર્ડર પરના તણાવને દૂર કરવાના પ્રયાસો કરી રહ્યાં છે. એવામાં કોઈ પણ પાર્ટી એવું કંઈ જ ન કરવું જોઈએ જેનાથી બોર્ડર પર તણાવ ઊભો થાય.

ગલવાન ઘાટીમાં શહિદ થયેલા વીર જવાનોને પુન શ્રદ્ધાંજલિ અર્પુ છું

તમે જે વિરતા બતાવી છે તેમાં સંપૂર્ણ દુનિયાને સંદેશ આપ્યો છે. ભારતની તાકાતનો. આજે હું મારી સામે મહિલા સૈન્યને જોઈ રહ્યો છું. સીમા રક્ષા માટે તમને જોઈને પ્રેરણા આપે છે.મોદીએ જણાવ્યું છે કે લદાખનો સંપૂર્ણ હિસ્સો અમારો છે. અમારા જવાનોની ઇચ્છા શક્તિ એ પર્વત જેવી છે. સૈનિકો સામે આ દેશ નત મસ્તક છે. જે કઠણ પરિસ્થિતિઓ વચ્ચે અને જે ઉંચાઈ પર આપ મા ભારતીની ઢાલ બનીને ઉભા છો એની રક્ષા કરી રહ્યાં છે એની સેવા કરી રહ્યાં છે એનો મુકાબલો કરવાની વિશ્વના કોઈ દેશની તાકાત નથી.

  • હું તમારી જયજય ગાઉં છું. ગલવાન ઘાટીમાં શહિદ થયેલા વીર જવાનોને પુન શ્રદ્ધાંજલિ આપું છું.
  • પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ખૂણા ખૂણાથી સૈન્યના પરાક્રમથી ધરતી આજે પણ તેમનો જયકાર કરી રહી છે.

સાથિયો જ્યારે દેશની રક્ષા તમારા હાથમાં છે તમારા મજબૂત ઈરાદામાં છે તો એક મજબૂત વિશ્વાસ માત્ર મને જ નહીં સમગ્ર દેશને અતૂટ વિશ્વાસ છે, જ્યારે સરહદ પર તૈનાત છો, દેશ માટે દિવસ રાત કામ કરતા તમે દેશવાસીઓને આત્મનિર્ભર બનવવાનો પ્રેરિત કરો છો. ગલવાન ઘાટીમાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરું છું. દુનિયાએ તમારુ અદમ્ય સાહસને જોયું છે. પીએમ મોદીએ દેશના જવાનોને બિરદાવ્યા છે. પીએમ મોદીએ સાફ કરી દીધું છે ગલવાન ઘાટી આપણી છે. લદાખનો પૂરો હિસ્સો ભારતના માન અને સન્માનનો પ્રતિક છે. દેશની રક્ષા એ તમારા હાથોમાં છે. તમારા મજબૂત ઈરાદાઓમાં છે. જેમાં મને નહીં પણ દેશના 130 કરોડ ભારતીયોને અતૂટ વિશ્વાસ છે. તમારા હાથો એ પથ્થરો જેવા મજબૂત છે. તમારી ઇચ્છા શક્તિ પણ આસપાસના પર્વતો જેટલી જ મજબૂત છે.

પીએમ મોદીએ સાફ કરી દીધું છે ગલવાન ઘાટી આપણી છે. લદાખનો પૂરો હિસ્સો ભારતના માન અને સન્માનનો પ્રતિક

લેહમાં જવાનોનું શોર્ય અને સમર્પણ અતુલનીય છે. જવાનોની વચ્ચે પીએમ મોદી હાલમાં સંબોધન કરી જવાનોનો જુસ્સો વધારી રહ્યાં છે. કઠીન ઉંચાઈ પર દેશના આ જવાનો મા ભોમની ઢાલ બની રહ્યાં છે. જવાનોની ઇચ્છા શકિત અટલ છે. હાલમાં તમે અને તમારી સાથીઓ એ જે વિરતા બતાવી છે. જેને પગલે પૂરી દુનિયામાં સંદેશો ગયો છે. તમે છો તો હું નહીં પૂરા દેશને ચિંતા નથી.

લદ્દાખમાં ચીન સાથેના તણાવ વચ્ચે ભારતે ફરી એક વખત ચીનને ચેતવણી આપી

લદ્દાખમાં ચીન સાથેના તણાવ વચ્ચે ભારતે ફરી એક વખત ચીનને ચેતવણી આપી છે કે તે સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવી રાખવા ઈમાનદારીપૂર્વક સમજૂતી અને પ્રોટોકોલ્સનું પાલન કરે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું કે, અમે આશા રાખીએ છીએ કે ચીની પક્ષ ઈમાનદારીપૂર્વક દ્વીપક્ષીય સમજૂતી અને પ્રોટોકોલ પ્રમાણે સરહદી ક્ષેત્રોમાં શાંતિ અને અમનની જાળવણી સુનિશ્ચિત કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, ભારત અને ચીનના વરિષ્ઠ કમાંડર્સ વચ્ચે યોજાયેલી વર્તમાન બેઠકમાં બંને પક્ષ તરફથી એલએસી ખાતે તણાવ ઘટાડવા પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી. આ સંજોગોમાં અમે ચીની પક્ષ પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે તે ઈમાનદારીથી સમજૂતી અને પ્રોટોકોલ્સનું પાલન કરશે અને સરહદી ક્ષેત્રોમાં શાંતિ જાળવવાના પ્રયત્નો સુનિશ્ચિત કરશે.

READ ALSO

Related posts

અર્થતંત્રને વિકટ પરિસ્થિતિમાંથી ઉગારવા અને આર્થિક મહામારીમાંથી બહાર લાવવા નરેન્દ્ર મોદીને પૂર્વ વડાપ્રધાનની સલાહ

pratik shah

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!