GSTV
Home » News » રાહુલ ચૂંટણીનો થાક ઉતારવા બહેન પ્રિયંકા સાથે પહોંચ્યા આ હિલ સ્ટેશન

રાહુલ ચૂંટણીનો થાક ઉતારવા બહેન પ્રિયંકા સાથે પહોંચ્યા આ હિલ સ્ટેશન

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણીઓમાં ભવ્ય જીત મેળવ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી રજા ગાળવા માટે શિમલા ઉપડી ગયા છે. રાહુલ ગાંધી ચંદીગઢથી રોડ માર્ગે પ્રિયંકા ગાંધી અને તેમના બાળકો સાથે શિમલા પહોંચ્યા હતા. શિમલામાં પ્રિયંકા ગાંધીનું મકાન બની રહ્યુ છે. તે જોવા માટે પણ રાહુલ ગાંધી જશે.

શિમલા પહોંચતા પહેલા રાહુલ રસ્તામાં ઠેર ઠેર રોકાયા હતા. સોલનમાં રસ્તા પરના એક ધાબા પર રોકાયેલા રાહુલ ગાંધીએ નૂડલ્સ ખાઈને કોફી પીધી હતી અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી. રાહુલ ગાંધી સાથે લોકોએ સેલ્ફી પણ ખેંચાવી હતી. રાહુલે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં 1 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધીમાં 60થી વધારે સભા અને રોડ શો કર્યા હતા. કોંગ્રેસે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સરકાર બનાવી હતી.

આ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી વચ્ચે ઘણી જગ્યાએ રોકાયા હતા. તેઓ મંગળવારે સાંજે પાંચ વાગતા સોલન બ્રૂરી પાસે આવેલા એક નાનાકડા ઢાબા તરનતારન પર રોકાયા હતા. અહીં તેમણે પ્રિયંકા અને તેમના બાળકો મિરાયા-રેહાન સાથે નૂડલ્સ પણ ખાધા હતા. તેમણે અહીં લોકો સાથે વાતચીત કરી અને રાજકીય ફિડબેક પણ લીધો.

તેઓ સોલનમાં અંદાજે અડધો કલાક રોકાયા હતા અને પછી શિમલા તરફ રવાના થઈ ગયા હતા. આ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી છરાબડામાં આવેલા પ્રિયંકાના ઘરને પણ જોવા જશે. આ ઘર હવે તૈયાર થઈ ગયું છે. અહીંના સ્થાનિક કોંગ્રેસ નેતાને રાહુલ ગાંધી આવ્યા હોવાની જાણ થઈ ત્યારે તેઓ રાહુલને મળવા પહોંચ્યા હતા. રાહુલે આ બધા લોકો સાથે ઘણી વાર સુધી વાત કરી અને ફિડબેક પણ લીધો હતો.

Related posts

આખરે છે શું આ ! ટ્રમ્પ પોતાની સાથે લાવી રહ્યા છે દુનિયાનું સૌથી શક્તિશાળી બ્રિફકેસ !

Pravin Makwana

ખોટનો ધંધો સાબિત થઈ રહી છે AMTS, બજેટ બેઠકમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા

Nilesh Jethva

ઓવૈસીના મંચ પર અચાનક ધસી આવેલી યુવતીએ ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લગાવ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!