GSTV

રાહુલ ગાંધી સુરત પહોંચ્યા, એરપોર્ટ પર અમિત ચાવડા અને પરેશ ધાનાણી સહિતના નેતાઓએ આવકાર્યા

Last Updated on June 24, 2021 by Dhruv Brahmbhatt

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરતની મુલાકાતે આવી પહોંચ્યા છે. જ્યાં રાહુલ ગાંધીને આવકારવા સુરત એરપોર્ટ પર અમિત ચાવડા, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ પહોંચ્યાં હતાં. રાહુલ ગાંધી એરપોર્ટથી સીધા કોર્ટ જવા રવાના થયા હતાં.

ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ કર્યો હતો માનહાનિનો દાવો

ત્રણેક વર્ષ પહેલા કર્ણાટકમાં લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મોઢ વણિક સમાજ સંદર્ભે બદનક્ષીકારક ઉચ્ચારણ કર્યા હતાં. જેથી સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો. જે મુદ્દે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે.

હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહૂલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી. આરોપીના બચાવપક્ષે કીરીટ પાનવાલાએ કોર્ટ મુદતમાં કાયમી હાજરીમાંથી આરોપીને મુક્ત કરવાની માંગને કોર્ટે મંજુરી આપી હતી. બીજીતરફ હાઈકોર્ટમાં પણ સ્ટેની માગણી કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

સોશિયલ મીડિયા પર યથાવત ‘મોદી લહેર’, Twitter પર ફોલોઅર્સ વધીને 7 કરોડને પાર થયા

Pritesh Mehta

અમદાવાદ / મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થતા મ્યુનિસિપલ તંત્ર એક્શનમાં, સ્વચ્છતા ન જળવાતા એકમોને નોટિસ

Zainul Ansari

અમદાવાદ બગોદરા-સરખેજ હાઇવે બન્યો મગરનીપીઠ જેવો, વાહનચાલકોની હાલત બની અત્યંત કફોડી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!