GSTV
Home » News » કોર્ટે રાહુલને પૂછયું, ગુનો કબૂલ છે ? જવાબ મળ્યો, હું દોષી નથી

કોર્ટે રાહુલને પૂછયું, ગુનો કબૂલ છે ? જવાબ મળ્યો, હું દોષી નથી

એડિસી બેંક માનહાનિ કેસમાં આજે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા છે. રાહુલ ગાંધીની હાજરી દરમ્યાન કોર્ટમાં શોરબકોરનો માહોલ હતો ત્યારે જજે સૌને શાંત રહેવા માટે અપીલ કરી હતી. આ દરમિયાન વકિલે રાહુલને કહ્યું કે, તમને ગુનો કબુલ છે તો તેના જવાબમાં રાહુલે કહ્યું હતું કે હું નિર્દોષ છું. રાહુલ ગાંધીએ જામીન માટે અરજી કરી હતી. જેને મજૂર કરીને કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપ્યા છે. રાહુલને પંદર હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે.

આજે બપોરથી રાહુલ ગાંધી ગુજરાતની મેટ્રો કોર્ટમાં હાજર છે ત્યારે ગુજરાત કોંગ્રેસનું મોવડી મંડળ પણ રાહુલ ગાંધી સાથે હાજર જોવા મળ્યું હતું. જેમાં અહેમદ પટેલ અને પરેશ ધાનાણી રાહુલ સાથે ઉપસ્થિત હતા. આ પહેલા કોર્ટ રૂમ નં-13 બહાર વકિલોએ હોબાળો કર્યો હતો. અન્ય વકિલોને પ્રવેશવા ન દેવાતા હંગામો થયો હતો.

આ સમયે વકિલ એસ.વી.રાજુએ કહ્યું હતું કે, રાહુલને બેલ વિના છોડી ન શકાય કારણ કે તેમની સામે ક્રિમિનલ કેસ છે. તો રાહુલે કોર્ટમાં જવાબ આપતા કહ્યું હતું કે, હું દોષી નથી. આ સાથે રાહુલના વિકલે કહ્યું હતું કે, રાહુલને માત્ર નિવેદન લેવા માટે બોલાવવામાં આવ્યા છે. ત્યારે તમામ લોકોની નજર રાહુલ ગાંધીની જામીન કરે છે કે નહીં તેના પર રહેલી છે.

15000ના બોન્ડ પર મળ્યા જામીન

અમદાવાદમા એડીસી બેન્ક માનહાની કેસમાં કોર્ટ સમક્ષ હાજર થયેલા રાહુલ ગાંધીને 15 હજારના બોન્ડ પર જામીન મળ્યા છે અને વધુ સુનાવણી સાત સપ્ટેમ્બરે હાથ ધરાવવાની છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના જામીનદાર બન્યા છે. કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ અને લોકસભા ચૂંટણી પરિણામ બાદ આજે પ્રથમ વખત રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવ્યા હતા અને ઘી કાંટાની મેટ્રો કોર્ટમાં હાજર રહ્યા હતા.

આજના દિવસનો ઘટનાક્રમ

રાહુલ ગાંધી આજે અમદાવાદમાં મેટ્રો કોર્ટમાં હાજર થવા પહોંચ્યા હતા. બપોર બાદ તેઓ મેટ્રો કોર્ટ પહોચ્યા હતા. ઘીકાંટા મેટ્રો કોર્ટમાં મેજિસ્ટ્રેટ એમ.બી.મુનશી સામે તેમની જુબાની લેવામાં આવી હતી. કોર્ટ કાર્યવાહીને અંતે રાહુલ ગાંધીએ જામીન માટે અરજી કરી હતી. જેને જજે મંજૂરી કરી હતી. કોંગ્રેસના કાર્યકરોની ભીડથી આખો કોર્ટરૂમ ભરાઈ ગયો હતો. જેને પગલે કોર્ટરૂમને અંદરથી બંધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીને જજે પૂછ્યું તમને ગુનો કબૂલ છે, તેના જવાબમાં રાહુલે કહ્યું હું દોષિત નથી.

જજ હાલ તેમને કેસને લગતી વિગતો પૂછી રહ્યા છે. રાહુલ ગાંધીએ ડોક્યુમેન્ટમાં પાર્લામેન્ટના સ્પેલિંગમાં મિસ્ટેક હોવાનું જણાવ્યું હતું. જ્યારે કોર્ટના ડોક્યુમેન્ટમાં એડ્રેસ ભૂલ હતી. દરમિયાન રાહુલની સાથે અહેમદ પટેલ, અર્જૂન મોઢવાડીયા, રાજીવ સાતવ, અમિત ચાવડા કોર્ટમાં હાજર છે. એડીસી બેંકે કરેલા કેસમાં કોર્ટે તેમને 12મી જુલાઈ એટલે કે આજે હાજર થવા ફરમાન કર્યું હતું. કોંગ્રેસ પાર્ટીએ એરપોર્ટથી લઇને અમદાવાદ મેટ્રો કોર્ટ સુધી રાહુલનું સ્વાગત કર્યુ હતું.

રાહુલે કર્યા આકરા પ્રહાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની કોર્ટમાં પેશી પહેલા તેમણે ટ્વિટ કરીને ભાજપ અને સંઘ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ હતુ કે, અમારી લડાઈ વિચારધારાની છે. સંઘ અને ભાજપે મારી વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. આ લડાઈમાં કોંગ્રેસ હમેશા આગળ રહશે..અને મજબૂતાઈ સાથે કોંગ્રેસ લડશે.

શું છે કેસ ?

અમદાવાદમાં એડીસી બેન્ક માનહાની કેસમાં રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાં હાજરી આપવા પહોંચ્યા છે. મહત્વનું છે કે નોટબંધી સમયે એડીસી બેન્કમાં મોટાપાયે નોટ એક્સચેન્જ કરાવવામાં મોટાપાયે ગેરરિતી થઈ હોવાનો રાહુલ ગાંધીએ આક્ષેપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ મીડિયા અને સોશિયલ મીડિયામાં એવો આક્ષેપ કર્યો હતો કે નોટબંધી સમયે એડીસી બેન્કમાં 745 કરોડ રૂપિયાની જૂની નોટ બદલાઈ છે. આ મામલે એડીસી બેન્કના ચેરમેન અજય પટેલે મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા સામે માનહાની ફરિયાદ નોંધાવી હતી.

READ ALSO

Related posts

જગત જનની માઁ ઉમિયાના મંદિરનો ઈતિહાસ ભગવાન શિવ- પાર્વતિ સાથે જોડાયેલો છે

Nilesh Jethva

લ્યો હવે તો સરકારી બસોમાં જ દારૂની હેરાફેરી, આ એસટી ડ્રાઈવરની પોલીસે કરી ધરપકડ

Nilesh Jethva

હવે રેલવેનું ખાનગીકરણ : કમાણી કરાવતા 150 રૂટ ખાનગી કંપનીઓને આપી દેવાશે, કંપની નક્કી કરશે ભાડું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!