GSTV

મહારાષ્ટ્રની ભિવંડી કોર્ટમાં આજે બપોરે 11 વાગ્યે રાહુલ ગાંધી થશે હાજર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મહારાષ્ટ્રની ભિવંડી કોર્ટમાં આજે બપોરે 11 વાગ્યે હાજર થવાના છે. સંઘ વિરૂદ્ધ કરેલી વિવાદિત ટિપ્પણી બાદ રાહુલ ગાંધી કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહ્યા છે.

રાહુલ ગાંધીનું મુંબઈ એરપોર્ટ પર કોંગ્રેસ નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મુંબઈથી રાહુલ ગાંધી ભિવંડી કોર્ટ જવા રવાના થયા છે. સંઘ માનહાનિ કેસ મામલે ભિવંડી કોર્ટે રાહુલ ગાંધી વિરૂદ્ધ આરોપ નક્કી કરી શકે છે.

2014માં રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીમાં મહાત્મા ગાંધીની હત્યા માટે સંઘ પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીના નિવેદન બાદ સંઘે રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરૂપમના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી 11 વાગ્યે ભિવંડી કોર્ટમાં હાજર થશે.

આ પહલા કોર્ટે રાહુલ ગાંધીને બે મેના રોજ 12મી જૂને હાજર થવાનું કહ્યું હતું. મહત્વનું છે કે, રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન બાદ આરએસએસના સ્થાનિક કાર્યકર્તા રાજેશ કુંતે રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ કરી હતી.

Related posts

હમને હિન્દુસ્તાન કો ઘૂસ કે મારા, પુલવામા હમારી સફળતા : પાકિસ્તાનના મંત્રીનો ખુલ્લેઆમ એકરાર

Mansi Patel

ટીકાકારોની સતામણી કરવાનું બંધ કરો : સુપ્રીમ કોર્ટે સરકારની કાઢી ઝાટકણી, ટીકા સહન કરવાની આપી સલાહ

Bansari

અભિવ્યક્તિ સ્વતંત્રતા / સરકાર કે સરકારી તંત્રની આલોચના કરનારને પરેશાન કરવાનું અયોગ્યઃ SC

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!