GSTV

ક્યાં મળે છે 5 રૂપિયે કિલોઃ ફરી એક વખત બટાકાને કારણે રાહુલ ગાંધીની મજાક ઉડી

Last Updated on October 30, 2018 by

‘તમે વેફરના પેકેટ ઉઠાવો.’ આજકાલ બટાકાનો શું ભાવ છે? 5 રૂપિયા. વેફરનું પેકેટ કેટલામાં વેચાય છે? તેમાં બટાકા કેટલાં હોય છે? અડધા બટાકા હોય છે. આ વેફરના પેકેટમાંથી ખેડૂતને કેટલા રૂપિયા મળે છે? 50 પૈસા અથવા તેનાથી પણ ઓછા… ‘અરે આવું અમે નહીં, પરંતુ આ વાત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહી છે.’

ખરેખર પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવતી હોવાથી રાહુલ ગાંધીએ પ્રચારનું કામ પૂરજોશમાં આરંભી દીધુ છે. રાહુલ ગાંધી મંગળવારે મધ્ય પ્રદેશના ધારમાં એક જનસભાને સંબોધન કરી રહ્યાં હતાં. તેમણે બટાકા અને વેફરનું ઉદાહરણ આપીને ખેડૂતોને તેમના ઉત્પાદન પર મળતા ભાવ અંગે સમજાવવાના પ્રયત્ન કર્યા હતાં. પરંતુ આ દરમ્યાન તેમણે બટાકાની જે કિંમત લગાવી તે કોઈને પચી નહીં. તેમણે બટાકાને પાંચ રૂપિયા અને વેફરના પેકેટમાંથી ખેડૂતને 50 પૈસા અથવા તેનાથી ઓછા રૂપિયા મળવાની વાત કહી હતી. આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં રાહુલ ફરી એક વખત ટ્રોલ થઈ રહ્યાં છે. લોકોએ આ અંગે અલગ-અલગ પ્રકારના ટ્વિટ શરૂ કરી દીધા છે.તમે જાણતા હશો કે રાહુલ ગાંધી આવા નિવેદનો માટે હંમેશા વિરોધીઓના નિશાને આવી જાય છે. હાલમાં તેમણે છત્તીસગઢના મુખ્યપ્રધાન રમન સિંહ પર પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનું નિવેદન વિવાદમાં ઘેરાયું. ખરેખર, તેમણે રમન સરકારની સંચાર ક્રાંતિ યોજના પર સવાલ ઉઠાવતા કહ્યું કે ‘આ જે મોબાઈલ છે, આ તેમણે બીએચઈએલ પાસેથી કેમ ખરીદ્યો નથી. ભાઈ વાતને સમજો, એક તરફ રાફેલ ગોટાળો છે… તો બીજીતરફ સેલ ફોન ગોટાળો છે….’

રસપ્રદ વાત એ છે કે આ નિવેદન આપતી વખતે રાહુલ ગાંધી ભૂલી ગયા હતા કે બીએચઈએલનું આખું નામ ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ લિમિટેડ છે. એટલેકે આ સરકારી કંપની ભારે ઈલેક્ટ્રિકલ સામાન બનાવે છે, મોબાઈલ જેવા સાધનો બનાવતી નથી. પોતાના આ નિવેદન બાદ રાહુલ ગાંધી સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ થયા હતાં.

એટલું જ નહીં, ચૂંટણી પ્રચાર દરમ્યાન 29 ઓક્ટોબર 2018ના રોજ તેમણે મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ અને તેમના પુત્ર કાર્તિકેય પર ગોટાળાનો પણ આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ જ્યારે મુખ્યપ્રધાન અને તેમના પુત્રએ બદનક્ષીનો કેસ નોંધાવવાની વાત કરી તો રાહુલ બેકફૂટ પર આવી ગયા હતાં. આખરે મંગળવારે 30 ઓક્ટોબર 2018ની સવારે રાહુલ ગાંધીએ પોતાની વાતથી પલટી મારીને કહ્યું કે મધ્ય પ્રદેશ અને ભાજપ શાસિત રાજ્યોમાં કેટલાય ગોટાળા થયા છે કે તેઓ આ સંદર્ભે ગૂંચવણમાં મૂકાયા છે.

READ ALSO

Related posts

આવ ભાઇ હરખા! ટેરર ફંડિંગમાં પાકિસ્તાનને સાથ આપનાર આ દેશ પણ ગ્રે લિસ્ટમાં, FATFમાં મોદી સરકારને મોટી સફળતા

Bansari

અગત્યનું/ પોલીસ ભરતી અને પોલીસના ગ્રેડ-પે અંગે મોટા સમાચાર, ગૃહ રાજ્યમંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન

Bansari

મોંઘવારીનો માર/ 14 વર્ષ બાદ માચિસની ડબ્બીનો ભાવ વધશે, 1 રૂપિયે મળતી ડબ્બીના હવે 2 રૂપિયા લેશે, બંડલનો ભાવ પણ વધશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!