GSTV
Home » News » રાહુલ ગાંધીને ઝાટકવામાં રૂપાણી ભૂલી ગયા ભાન, ભાજપની યોગી સરકારને ઝાટકી નાખી

રાહુલ ગાંધીને ઝાટકવામાં રૂપાણી ભૂલી ગયા ભાન, ભાજપની યોગી સરકારને ઝાટકી નાખી

રૂપાણી કેટલાક દિવસથી નેશનલ નેતા બનાવાના પ્રયાસો કરી રહ્યાં છે. તેઓ નેશનલ મામલા પર બેફિકર બનીને નિવેદનો આપી રહ્યાં છે. છેલ્લાં 2 મહિનાથી આ સ્થિતિ પલટાઈ છે. રૂપાણીની ચાલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે દેશમાં ભાજપના કદાવર નેતા તરીકે ઉભરી આવવાની છે. જેમાં ક્યારેક ફસાઈ જવાની સ્થિતિ પણ આવી શકે છે. આજે રાહુલને ભાંડવામાં રૂપાણીએ યુપીની સરકારને પણ ભાંડી હતી. જ્યાં બેરોજગારીની સ્થિતિ વધારે હોવાથી યુપીના લોકો ગુજરાત આવતા હોવાનો ટોણો મારી ભાજપની સરકારને કઠેડામાં મૂકી દીધી હતી.

સુરતના સરસાણા ખાતે દક્ષિણ ગુજરાતના 2,300 શિક્ષિત યુવાનોને ઍપ્રેન્ટિસ કરાર પત્રો -રોજગાર પત્રો એનાયત કરતી વેળાએ રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસે ખાલી નારા આપ્યાં રોજગારી નહીં. ગુજરાતમાં પાંચ લાખ યુવકો જ બેરોજગાર તરીકે રજિસ્ટર્ડ છે. રાહુલ ગાંધીના અમેઠીથી પણ બેરોજગાર લોકો અહીં આવીને કામ-ધંધો મેળવી રહ્યાં છે. અલબત્ત આવું બોલતી વેળાએ રૂપાણી ભૂલી ગયા હતા કે, અમેઠી યુપીનો જ હિસ્સો છે અને ત્યાં ભાજપની સરકાર છે જેના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. આમ કોંગ્રેસ અને રાહુલને ભાંડવામાં યુપી સરકારની બેદરકારીને ભાજપે છતી કરી હતી. બિહાર અને યુપીમાં ભાજપની સરકાર છે. યુપી અને બિહારના લોકો સૌથી વધુ રોજગારી માટે ગુજરાત અને મહારાષ્ટ્ર આવે છે. હવે આ બંને સરકારો બેરોજગારી મામલે ચૂપકીદી સેવીને બેસી છે. આજે રૂપાણીથી એ ભૂલ થઇ ગઈ હતી.

તમામને ઍપ્રેન્ટિસ કરાર પત્રો હાથોહાથ એનાયત

  • ભરતી મેળામાં રૂપાણીએ 2,300 યુવાનોને ઍપ્રેન્ટિસ કરાર પત્રો-રોજગારી પત્રો એનાયત કર્યા.
  • ધો. 10-12, સ્નાતક, અનુસ્નાતક, ટેક્નિકલ, આઇટીઆઈ, ડિપ્લોમા યુવક-યુવતીઓને કરાર પત્રો મળ્યા.
  • કેરળમાં રજિસ્ટર્ડ બેરોજગાર યુવક-યુવતીનો આંક 40 લાખને પાર કરી ગયાની રૂપાણીની દલીલ.

READ ALSO :

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા RSS એ મોદી સરકારને આપી સ્પષ્ટ ચેતવણી, 10 હજાર અબજનું નુકશાન થવાની શક્યતા

Nilesh Jethva

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!